અમદાવાદઃ પોલીસે એક શખ્સની જાહેરમાં સરભરા કરી, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: July 14, 2019, 4:14 PM IST
અમદાવાદઃ પોલીસે એક શખ્સની જાહેરમાં સરભરા કરી, વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કથિત વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કથિત વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર પોલીસ દ્વારા આરોપીની જાહેરમાં સરભારા કરતો વીડિયો વાયરલ થતા હતા, જેને લઇને એવી સૂચના પણ આપવામાં આવી હતી કે આરોપીની જાહેરમાં સરભરા કરવી નહીં, પરંતુ અમદાવાદ દાણીલીમડામાં પોલીસકર્મી દ્વારા એક શખ્સને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે.

શું છે વીડિયોમાં ?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કથિત વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયમાં દેખાઇ રહ્યું છે કે એક શખ્સને પોલીસ કારના બોનેટ પર સૂવડાવવામાં આવ્યો છે, જેના બંને હાથ બે પોલીસકર્મીએ પકડી રાખ્યા છે. જ્યારે એક પોલીસકર્મી લાકડી વડે શખ્સને માર મારી રહ્યો છે. આ દરમિયાન શખ્સ અલ્લા, ઓ મા કહીને બૂમો પાડી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું આ છે પરિણીતિ ચોપરાનો બોયફ્રેન્ડ? તસવીરો આવી સામે

વીડિયો પરથી લાગી રહ્યું છે કે વીડિયો ઉતારનાર કોઇ મહિલા છે, જેના પરિવારમાંથી જ આ શખ્સ હોવાનું લાગી રહ્યું છે. વીડિયો શૂટિંગ થતું હોવાની જાણ થતા પોલીસકર્મી વીડિયો ઉતારનાર વ્યક્તિ તરફ દોડે છે. જો કે વીડિયો ક્યારનો છે અને કોણે ઉતાર્યો છે તે હાલ બહાર આવ્યું નથી.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...