કિસના બહાને પત્નીની જીભ કાપનાર પતિ ખબર કાઢવા જતા ઝડપાયો

પતિએ જીભથી જીભની કિસની કરવાની માંગણી કરીને પત્નીની જીભ કાપી નાખી હતી.

News18 Gujarati
Updated: October 11, 2019, 3:04 PM IST
કિસના બહાને પત્નીની જીભ કાપનાર પતિ ખબર કાઢવા જતા ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 11, 2019, 3:04 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ: વેજલપુમાં અજબ ગજબ બનાવમાં પોલીસે ફરાર થઈ ગયેલા પતિની ધરપકડ કરી છે. પત્નીની જીભ કાપ્યા બાદ ભાગી ગયેલા પતિને પસ્તાવે થતાં તે હોસ્પિટલ ખાતે પત્નીના ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

નોંધનીય છે કે ગુરુવારે અમદાવાદના વેજલપુરમાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો હતો. પત્નીની ફરિયાદ પ્રમાણે તેના પતિએ તેને જીભથી જીભની કિસ કરવાની માંગણી કરી હતી. પત્નીને એવું હતું કે પતિ રોમેન્ટિક મૂડમાં છે. આથી તે જીભ કાઢીને કિસ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે પતીએ છરીથી પત્નીની જીભ કાપી નાખી હતી.

આ અંગે ઇજાગ્રસ્ત થયેલી મહિલાએ તેની બહેનને વીડિયો કોલ કરીને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ પતિ ફરાર થઈ ગયો હતો.

આરોપી પતિ


જોકે, શુક્રવારે પતિ મોહમ્મદ આલમ મન્સૂરીને આ અંગે પસ્તાવે થયો હતો. મન્સૂરી ઇજાગ્રસ્ત પત્નીની ખબર કાઢવા આવતા જ પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હોવાનું વેજલપુર પીઆઇ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું.
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...