અભિનેતા મલ્હાર ઠાકરે એક વીડિયો શેર કર્યો છે. જે વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ જપન ઠાકર ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હતો. અને તે પોતાના ફિલ્ડમાં ખુબ જ ઉમદા કામ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી રહે છે. ત્યાં જ એસજી હાઇવે પર રાત્રીના સમયે રેસ ડ્રાઇવિંગ કરતા નબીરાઓ પણ વારંવાર ચર્ચામાં આવે છે. ત્યાં જ રફ ડ્રાઇવિંગ કરતા નબીરાઓની હરકતના કારણે સામાન્ય માણસનો પણ ભોગ લેવાય છે ત્યારે ગઇ કાલે રાત્રે સોલા ઓવર બ્રિજ સત્યમેવ કોમ્પ્લેક્સની સામે એક કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં જપન ઠાકર નામના 26 વર્ષિય યુવકનું મૃત્યુ થયું હતું. લગભગ રાત્રે દોઢ વાગ્યાની આપપાસ પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલકે એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ મૃતકના પરિવારજનને જાણ કરાઇ હતી, જેથી પુત્રના અકસ્માતની જાણ થતા જ પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અને કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઇએ કે, અકસ્માતમાં મૃત્યુ પામેલ જપન ઠાકર ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હતો. અને તે પોતાના ફિલ્ડમાં ખુબ જ ઉમદા કામ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ત્યાં જ આ ઘટનાની જાણ થતા જ અભિનેતા મલ્હાર ઠાકરે એક વીડિયો શેર કર્યો છે. જે વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા મલ્હાર ઠાકરે જણાવ્યું છે કે, જે લોકો પણ રેસ ડ્રાઇવિંગ કરે છે તેઓએ તે બંધ કરી દેવું જોઇએ. આ સાથે જ વીડિયોમાં મલ્હારે એવું પણ કહ્યું છે કે, રેસ ડ્રાઇવિંગ કરતા લોકોએ બાપાનું મેદાન સમજી રોડ પર કાર લઇ નીકળવું જોઇએ. તમારી ભૂલના કારણે કોઇના પરિવારનો માળો વિખેરાઇ શકે છે.
આ સાથે જ મલ્હાર ઠાકરે મૃતક યુવક જપન ઠાકરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના પર આવી પડેલી વેદના વિશે પણ વાત કરી છે. જોકે વીડિયોમાં 26 વર્ષીય યુવકના મૃત્યુની ઘટનાને યાદ કરતા મલ્હારે રેસ ડ્રાઇવિંગ કરતા લોકો પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ વાહનચાલકોને પોતાની જવાબદારીનું પણ ભાન કરાવ્યું હતું.