Home /News /ahmedabad /માલધારી પંચાયતની વેદના રેલી: બે પગવાળા આખલા ગૌચરો ચરી ગયા છે તેને ખુલ્લા પાડો: નાગજી દેસાઈ

માલધારી પંચાયતની વેદના રેલી: બે પગવાળા આખલા ગૌચરો ચરી ગયા છે તેને ખુલ્લા પાડો: નાગજી દેસાઈ

Gujarat Latest news: 'ઢોર અંકુશ નિયંત્રણ કાયદો તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહીં, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો ૨દ કરો'

Gujarat Latest news: 'ઢોર અંકુશ નિયંત્રણ કાયદો તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહીં, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો ૨દ કરો'

અમદાવાદ : ચોમાસાની સિઝનમાં રોડ પર  રખડતા ઢોરનો ત્રાસ વધી જાય છે. રખડતા ઢોરના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. ઢોરની અડફેટે લેતા મોત થયા છે. રખડતા ઢોર મામલે હાઇકોર્ટે પણ લાલ આંખ કરી. નગર કામગીરી કરવા માટે આદેશ કર્યો. ત્યાર બાદ તંત્ર જાગ્યું અને રોડ પર રખડતા ઢોર પકડવાનું કામ શરૂ કર્યું. પરંતુ સામે માલધારીઓ પણ પોતાના પ્રશ્નોને લઈ લડી લેવાના મૂડમાં છે. જોકે ચૂંટણીનું વર્ષ છે એટલે તમામ સમજો પોતાની વાત લઈને મેદાને ઉતર્યા છે.

માલધારીની વેદના રેલી


માલધારી મહાપંચાત દ્વારા માલધારી વેદના રેલી કાઢવામાં આવી છે. બાપુનગર ભીડ ભંજન હનુમાન મંદિરથી લાલ દરવાજાથી ભદ્રકાળી મંદિર માલધારી “ વેદના રેલી કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં માલધારીઓ રેલીમાં જોડાઇ માલધારીના પ્રશ્નનું સમાધાન લાવવા માટે સરકાર રજુઆત કરી હતી.પરંતુ આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ત્યારે આજે રેલી કાઢી આવેદન આપવાના નથી પરંતુ ભદ્રકાળી માતાજીના દર્શન કરવાના છે.

માલધારી રેલી

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, પાટીદારોએ માંગી 50 ટિકિટ


માલધારી મહાપંચયતની માંગ



  • શહેરી વિસ્તારોમાં ગામડાઓ ભેળવવાનું બંધ કરો, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો.

  • નિર્દોષ રાહદારીઓને અકસ્માતથી માલધારી સમાજ દુઃખી છે પણ સત્તાધીશો સુખદ નિવારણ લાવવામાં નિષ્ફળ છે.

  • માલધારીઓ ઉપર તેમજ બેન - દિકરીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મારઝૂડ સત્તાધીશો બંધ કરે

  • ઢોર અંકુશ નિયંત્રણ કાયદો તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહીં, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો ૨દ કરો

  • માલધારીઓનાં નિવાસ સ્થાનેથી અને તબેલાઓમાંથી તેમજ વાડાઓમાંથી પશુઓ ઝુટવી જવાનું સત્તાધીશો બંધ કરે

  • 156  નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં 70  લાખ કરતા પણ વધુ માલધારીઓને બેરોજગાર બનાવનું સત્તાધીશો બંધ કરે

  • ડબ્બાઓમાં પૂરવામાં આવેલી ગાયો દંડ લઈને છોડવાનાં કાયદાનું પાલન કરે.



    તેમજ માલધારી સમાજ ગાયો છૂટી મુકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરે.

  • સાચી હકીકત એ છે કે, સત્તાધીશોનાં બે પગવાળા આખલા , ગૌ - ચરો ચરી ગયા છે તેને ખુલ્લા પાડો

  • સત્તાધીશો સત્તામાં નહોતા ત્યારે ગાય માતા હતી, અત્યારે જ્યારે તમે સત્તામાં આવ્યા ત્યારે ગાય રખડતું ઢોર બની ગઈ

  • શહેરી વિસ્તારમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસચારો સત્તાધીશોએ બંધ કરાવ્યો છે તે જાહેરનામું પરત ખેંચોની માંગ સાથે માલધારી વેદના રેલી કાઢી છે.

Published by:Kaushal Pancholi
First published:

Tags: Stray Cattle, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन