અભિનેત્રીનું અપહરણ કરી ચાલુ કારે કરી છેડતી, વીડિયો ક્લિપ પણ ઉતારી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અભિનેત્રીનું અપહરણ કરી ચાલુ કારે કરી છેડતી, વીડિયો ક્લિપ પણ ઉતારી
છેડતીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મલયાલમની એક જાણીતી અભિનેત્રીનું અપહરણ કરી ચાલુ કારે છેડછાડ કર્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના કેરલના અર્નાકુલમની શુક્રવારે રાતે અંદાજે 10 વાગ્યાની છે. એ વખતે અભિનેત્રી ફિલ્મનું શૂટીંગ પતાવી ધરી પરત ફરી રહી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #છેડતીનો વધુ એક ચોંકાવનારો બનાવ કેરલમાં સામે આવ્યો છે. મલયાલમની એક જાણીતી અભિનેત્રીનું અપહરણ કરી ચાલુ કારે છેડછાડ કર્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના કેરલના અર્નાકુલમની શુક્રવારે રાતે અંદાજે 10 વાગ્યાની છે. એ વખતે અભિનેત્રી ફિલ્મનું શૂટીંગ પતાવી ધરી પરત ફરી રહી હતી. અમારી સહયોગી વેબસાઇટ ન્યૂઝ18 ડોટકોમમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ, આરોપીઓએ અભિનેત્રી ભાવનાની કારને જબરજસ્તીથી રોકી હતી અને એનું અપહરણ કર્યું હતું. ચાલતી કારે આ બદમાશોએ તેણી સાથે છેડછાડ પણ કરી હતી. બાદમાં આ શખ્સો ધમકી આપી તેણીને કાર સાથે છોડી નાસી ગયા હતા. સુત્રોનું કહેવું છે કે અંદાજે એક કલાક સુધી ભાવના કારમાં આ બદમાશો સાથે રહી હતી. આ શખ્સો કારને વિવિધ રસ્તે ફેરવતા રહ્યા હતા અને છેવટે રાતે ઘર પાસે છોડીને જતા રહ્યા હતા. કારમાં તેણી સાથે કરેલી છેડતીના ફોટા અને વીડિયો પણ આ શખ્સો દ્વારા ઉતારાયો હતો. આ મામલે અભિનેત્રી ભાવનાના જુના ડ્રાઇવર માર્ટિન અને સુનીલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે માર્ટિન અને સુનીલ બંને ભાવનાના ડ્રાઇવર હતા. પોલીસે અપહરણ અને છેડછાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારીએ કહ્યું કે, આ કેસમાં બીજા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर