Home /News /ahmedabad /Makar Sankranti: 108 ઇમજન્સી સેવા સજ્જ, સલામત રહેવા માટે શું કરવુ અને શું ના કરવું? અહીં જાણો

Makar Sankranti: 108 ઇમજન્સી સેવા સજ્જ, સલામત રહેવા માટે શું કરવુ અને શું ના કરવું? અહીં જાણો

108 ઇમર્જન્સી કંટ્રોલ રૂમ

Ahmedabad latest news:દર વર્ષે 108 સેવાને ઉતરાયણના દિવસે ઈમરજન્સી કોલમાં 20 ટકા જેટલો વધારો થાય છે. જેને લઈ 108 ઈમરજન્સી સેવા (108 Emergency Service) દ્વારા ઉતરાયણના પર્વને લઈ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરાયો છે.

Makar Sankranti emergency news: ઉતરાયણનો પર્વમાં (uttarayan 2022) પતંગરસીઆઓ આકાશમાં રંગબેરંગી પતંગો (kite) ઉઠાડી તેમજ એક બીજાની પતંગને કાપીને મજા લે છે.પરંતુ પતંગ રસિકોની પતંગ ચગાવવાની મજા કોઈના માટે જીવ લેણ બની જાય છે. પતંગની દોરીના કારણે શહેરી વિસ્તારોમાં અકસ્માતની સંખ્યા દર વર્ષે વધી રહી છે. દર વર્ષે 108 સેવાને ઉતરાયણના દિવસે ઈમરજન્સી કોલમાં 20 ટકા જેટલો વધારો થાય છે. જેને લઈ 108 ઈમરજન્સી સેવા (108 Emergency Service) દ્વારા ઉતરાયણના પર્વને લઈ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરાયો છે.

108 સેવા દ્વારા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહશે.અને 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલિમ બધ્ધ ઓફિસર,ડોકટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં આત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે

GVK EMRI સીઓઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું છે કે તહેવારોમાં 108 સેવાને ઇમજન્સી કોલમાં વધારો થાય છે. જે પહોંચી વળવા માટે એક્શન પ્લેન તૈયાર કર્યો છે. ખાસ કરીને તહેવારોમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે સૌથી વધુ શહેરી વિસ્તારમાં ઈમરજન્સી કોલ 108 સેવાને મળે છે.

ખાસ કરીને પતંગની દોરીથી ગળામાં ઈજા થવાના કેસ, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જવુ. તેમજ રોડ પર અકસ્માત થવા જેવા કેસમાં નોંધપાત્ર વધારો થાય છે..સામાન્ય દિવસમાં 108 સેવાને 3 હજાર જેટલા કોલ આવે છે.જે દર વર્ષે તહેવારોમાં ઈમરજન્સી કોલમાં 20 ટકા વધારો થાય છે. અને જેને લઈ ઈમરજન્સી કોલને પહોચી વળવા માટે અને લોકોને સમયસર સારવાર મળે તે માટે દવાથી ડોકટર અને એમ્બ્યુલન્સને સજ્જ છે.

આ પણ વાંચોઃ-Junagadh news: દૂધના વાહનમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બૂટલેગરોના પ્લાન પર પાણી ફરી વળ્યું

શું કરવું જોઈએ?

  • રાજ્ય સરકાર દ્વારા આપેલી કોવિડ-19 માર્ગદર્શિકાનું પાલન કરો, સામાજિક

  • અંતર જાળવો અને માસ્ક પહેરો.

  • પતંગ ઉડાડતા પહેલા આંગળીઓ પર દવાયુક્ત ટેપ પહેરવાથી આંગળીઓને

  • તીક્ષ્ણ દોરાથી બચાવશે

  • ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો.

  • બાળકોએ પુખ્ત વયની દેખરેખ હેઠળ પતંગ ઉડાડવી જોઈએ.

  • જો કોઈને કોઈ મોટી ઈજા થાય તો 108ને કોલ કરો


આ પણ વાંચોઃ-Surendranagar news: ચોટીલા આંગડિયા પેઢીના માલિક સાથે રૂ. 79 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, કેવી રીતે બનાવ્યો હતો લૂંટનો પ્લાન?

શું ના કરવું?

  • કોઈપણ મકાનની લપસણો, અસમાન, નબળી, કિનારી સપાટી પર ઊભા ન રહો.

  • જમીન પર કૂદવાની પ્રેક્ટિસ કરશો નહીં.

  • રસ્તા પર પતંગ પકડવાનો પ્રયાસ કરશો નહીં.

  • પાવર લાઈનો, રસ્તાઓ, વીજળીના તોફાન વગેરેની નજીક પતંગ ઉડાડશો નહીં.

  • ધાબા ની દીવાલ પર ચઢશો નહીં.

  • પતંગ માટે ઈલેક્ટ્રિક પોલ પર પહોંચવાનો પ્રયાસ કરશો નહીં.

Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Makar sankranti, Makar sankranti 2022, Uttarayan 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन