સાબરકાંઠામાં વર્ષોની પરંપરાઃ હોળીના ધગધગતા અંગારા પર ચાલે છે યુવકો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સાબરકાંઠામાં વર્ષોની પરંપરાઃ હોળીના ધગધગતા અંગારા પર ચાલે છે યુવકો
રંગોના ઉત્સવ હોળીમાં ઉત્તર ગુજરાતમાં અનેક રંગો પણ જોવા મળે છે. વિસનગરમાં ધુળેટીએ અનોખું ખાસડા યુધ્ધ ખેલાય છે તો પ્રાંતિજના મજરા હામે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જોવા મળે છે. અહીં અંગારા પર ચાલતો યુવકોને જોવા માટે લોકો દુર દુરથી પણ આવે છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
holi2
હિંમતનગર #રંગોના ઉત્સવ હોળીમાં ઉત્તર ગુજરાતમાં અનેક રંગો પણ જોવા મળે છે. વિસનગરમાં ધુળેટીએ અનોખું ખાસડા યુધ્ધ ખેલાય છે તો પ્રાંતિજના મજરા હામે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જોવા મળે છે. અહીં અંગારા પર ચાલતો યુવકોને જોવા માટે લોકો દુર દુરથી પણ આવે છે.
પ્રાંતિજના મજરા ગામે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ એના ધગધગતા અંગાર પર લોકો ચાલે છે. પ્રબળ આસ્થા સાથે લોકો અંગારો પર દોડે છે. આ દ્રશ્ય જોવું પણ એક લ્હાવો માનવામાં આવે છે.
આધુનિક યુગમાં લોકો શ્રદ્ધા થી ધગધગતા અંગારાઓ પર ચાલે છે પરંતુ આ ચાલી આવતી વર્ષોની પરંપરાને લઈને કોઈને કઈ પણ થતું નથી. મજરા ગામે ભૈરવ દાદાના મંદિર પાસે હોલિકા દહન કરવામાં આવે છે. બાદમાં નવવધુ અને પ્રથમ ખોળો ભરાતાં દંપતી બાળકોને લઈને પ્રદક્ષિણા ફરે છે. ત્યાર બાદ લોકો આસ્થા સાથે અંગારામાં ચાલે છે. 
First published: March 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर