'બાપુ'ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે?

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ જશે અને ભાજપ તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે, તેવી અટકળો તેજ બની

News18 Gujarati
Updated: March 14, 2019, 4:57 PM IST
'બાપુ'ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે?
મહેન્દ્ર સિંહ વાઘેલા (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: March 14, 2019, 4:57 PM IST
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં તો જાણે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી અટકળો તેજ બની છે કે, શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપને વધુ એક સફળતા મળે તેવા સમાચાર મળી રહ્યા છે. ગત જુલાઈ 2018માં કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ ઓક્ટોબરમાં ભાજપથી પણ નારાજ રાજીનામું આપી દેનારા બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ છે.

સૂત્રો અનુસાર, મહેન્દ્ર સિંહ વાઘેલાની નારાજગી દુર કરવાની ભાજપ કોશિસ કરી રહ્યું છે. સુત્રો અનુસાર, લોકસબા ચૂંટણી પહેલા મહેન્દ્ર સિંહ વાઘેલા ભાજપમાં ફરી જોડાય તેવા યોગ સર્જાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગત અષાઢી બીજના દિવસે કોંગ્રેસ સાથે છેડો ફાડી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. તે વખતે અટકળો હતી કે, મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ચૂંટણીની ટિકિટ મળી શકે છે. પરંતુ લગભગ ત્રણ મહિનામાં જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધુ હતું. તેમણે આ રાજીનામું આપતી વખતે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્ર લખી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને પત્ર લખી સોંપ્યો હતો.

તે સમયે એક વાત એવી પણ વહેતી થઈ હતી કે, મહેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા ભાજપમાં જોડાવાથી પિતા શંકરસિંહ વાઘેલા નારાજ હતી અને પિતાની નારાજગી દુર કરવા માટે તેમણે આ પગલું લીધુ હોઈ શકે છે. જોકે, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ જશે અને ભાજપ તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે, તેવી અટકળો તેજ બની છે.
First published: March 14, 2019
વધુ વાંચો अगली ख़बर