ધોની ક્યારેય રેકોર્ડની પાછળ નથી ભાગ્યો, રેકોર્ડે હંમેશા ધોનીનો પીછો કર્યો

Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 9:12 AM IST
ધોની ક્યારેય રેકોર્ડની પાછળ નથી ભાગ્યો, રેકોર્ડે હંમેશા ધોનીનો પીછો કર્યો
મહેન્દ્રસિંહ ધોનીએ વન ડે અને ટી 20 ટીમની કપ્તાની છોડવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા છે. ધોનીનો આ નિર્ણય પણ કંઇક એવો જ છે કે જ્યારે એણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ટીમની કપ્તાની છોડવાનો અને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 9:12 AM IST
નવી દિલ્હી #મહેન્દ્રસિંહ ધોનીએ વન ડે અને ટી 20 ટીમની કપ્તાની છોડવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા છે. ધોનીનો આ નિર્ણય પણ કંઇક એવો જ છે કે જ્યારે એણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ટીમની કપ્તાની છોડવાનો અને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ધોનીના આ નિર્ણયથી એના પ્રશંસકોથી લઇને ક્રિકેટ જગતના મોટા દિગ્ગજો પણ હેરાન છે. સોશિયલ મીડિયા પર ધોની અને કેપ્ટન કુલ ઘણું ટ્રેન્ડ થવા લાગ્યું છે. બધાએ પોતાના અંદાજમાં ધોનીના આ નિર્ણયને આવકાર્યો છે અને ટ્વિટ કર્યું છે.

પંકજ જૈને લખ્યું કે, ધોની હિરો ઓફ ઇન્ડિયન ક્રિકેટ

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન @MichaelVaughan ને ટ્વિટ કર્યું કે, દુનિયાના સફળ કેપ્ટન પૈકી એક ધોનીનું નામ લેવામાં આવશે. હવે સમય જ તમારૂ મૂલ્યાંકન કરશે.
ફિલ્મમેકર શેખર કપૂર @shekharkapur ટ્વિટ કર્યું કે, આપે ક્રિકેટને ઘણું રોમાંચક બનાવ્યું, તમે ગર્વ લેવાની ઘણી તકો આપી છે. એ વર્ષો માટે આપને અભિનંદન
કેન્દ્રિય મંત્રી જ્યંતસિંહ @jayantsinha એ લખ્યું કે, ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટન પૈકી ધોની તમને ઘણી શુભેચ્છાઓ, સારા ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ
First published: January 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर