Home /News /ahmedabad /

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: શિવસેનાના નારાજ ધારાસભ્યોને મળવા મહારાષ્ટ્ર બીજેપીના ધારાસભ્ય પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: શિવસેનાના નારાજ ધારાસભ્યોને મળવા મહારાષ્ટ્ર બીજેપીના ધારાસભ્ય પહોંચ્યા

સંજય શ્રીરામ કુટે

Maharashtra Political Crisis: સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે ત્યાં જવાની કોઈને મંજૂરી નથી. બહાર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

    અમદાવાદ: વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રની "મહા વિકાસ અઘાડી" સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. એવી માહિતી મળી છે કે શિવસેના (Shiv Sena)ના 30 જેટલા ધારાભ્યો સુરતના ડુમસ રોડ ખાતે આવેલી એક હોટલમાં રોકાયા છે, જેમાં શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે (Eknath Shinde) પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે છેલ્લા થોડા દિવસોથી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackray)થી નારાજ છે. સૂત્રોનું માનીએ તો ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R.Patil) આજે શિવસેનાના નારાજ ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે. એવી પણ માહિતી મળી છે કે સી.આર. પાટીલના ગઈકાલ રાતથી તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સહિતના બીજેપીના નેતાઓ દિલ્હી જવા રવાના થયાની માહિતી મળી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.

    બીજેપીના ધારાસભ્ય મળવા પહોંચ્યા


    સુરતની હોટલ ખાતે રોકાયેલા શિવસેનાના ધારાસભ્યો સાથે મુલાકાત કરવા માટે મહારાષ્ટ્ર બીજેપીના ધારાસભ્ય પહોંચ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર પાર્સિંગની કાર લઈને હોટલ ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે પૂછપરછ બાદ કારને હોટલની અંદર જવા દીધી હતી. સુરત આવી પહોંચેલા બીજેપીના નેતા સંજય  શ્રીરામ કુટે છે.


    ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કાર હોટલમાં પ્રવેશી


    સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે ત્યાં જવાની કોઈને મંજૂરી નથી. બહાર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, આજે સવારે "GOVT. OF INDIA" લખેલી આક કારને પોલીસે પૂછપરછ કરીને હોટલની અંદર જવા દીધી હતી. આ કારમાં કોણ હતું તેની માહિતી મળી નથી.


    સી.આર. પાટીલ ધારાસભ્યોને મળી શકે!


    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાતથી જ સી.આર. પાટીલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સવારે પાટીલ ગાંધીનગર ખાતે હતા. આજે સી.આર. પાટીલ ગમે ત્યારે સુરત જઈને નારાજ ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે એકનાથ શિંદે સહિત 11 જેટલા ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયા છે. બાદમાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે અન્ય ધારાસભ્યોને પણ હોટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે.


    વિધાન પરિષદના પરિણામ બાદ રાજકીય ભૂકંપ


    મહારાષ્ટ્રની 10 બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે. એક બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. મહારાષ્ટ્રની 10 બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાં હતા. એમએલસીની બેઠકમાં ભાજપના પાંચ ઉમેદવાર પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે.


    કોણ છે એકનાથ શિંદે?


    એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમએલસીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ એકનાથ શિંદે હાજર ન રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: C.R Patil, Maharashtra, Shiv sena, ભાજપ, સુરત

    આગામી સમાચાર