Home /News /ahmedabad /

Exclusive: એકનાથ શિંદે સહિત શિવસેનાના 24 ધારાસભ્યો સંપર્ક વિહોણા, કુલ પાંચ મંત્રી સામેલ; જુઓ આખી યાદી

Exclusive: એકનાથ શિંદે સહિત શિવસેનાના 24 ધારાસભ્યો સંપર્ક વિહોણા, કુલ પાંચ મંત્રી સામેલ; જુઓ આખી યાદી

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની 10 બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે.

    અમદાવાદ: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ (Maharashtra Political Crisis) સર્જાયો છે. શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સુરતની એક હોટલમાં ગુપ્તવાસમાં હોવાની માહિતી (Shiv Sena MLAs in Surat) મળી છે. બીજી તરફ એવા અહેવાલ વહેતા થયા છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (Maharashtra BJP) સરકાર સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે નારાજ ધારાસભ્યો સાથે ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (Gujarat BJP chief C R Patil) પણ મુલાકાત કરી શકે છે. સુરતની હોટલમાં રોકાયેલા ધારાસભ્યોમાં શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે (Eknath Shinde) પણ સામેલ છે. હાલ જે નેતાઓ સંપર્ક વિહોણા છે તેમા એકનાથ શિંદે સહિત પાંચ મંત્રી પણ સામેલ છે. આ ઉપરાંત એનસીપીના એક ધારાસભ્ય પણ સામેલ છે.

    શિવસેનાના સંપર્ક વિહોણા ધારાસભ્યો/મંત્રીના નામ:


    1) એકનાથ શિંદે, થાણે
    2) અબ્દુલ સત્તાર, રાજ્ય મંત્રી, સિલ્લોડ, ઔરંગાબાદ
    3) શંભુરાજે દેસાઈ, રાજ્ય મંત્રી, સતારા પાટણ
    4) પ્રકાશ અબિટકર, રાધાનગરી, કોલ્હાપુર
    5) સંજય રાઠોડ, દિગ્રસ, યવતમાલ
    6) સંજય રાયમુલકર, મહેકર
    7) સંજય ગાયકવાડ, બુલઢાણા
    8) મહેન્દ્ર દળવી
    9) વિશ્વનાથ ભોઈર, કલ્યાણ, થાણે
    10) ભરત ગોગવાલે, મહાડ, રાયગઢ
    11) સંદીપાન ભૂમરે, રાજ્ય મંત્રી
    12) પ્રતાપ સરનાઈક, માજીવાડા, થાણે
    13) શાહજી પાટીલ
    14) તાનાજી સાવંત
    15) શાંતારામ મોરે
    16) શ્રીનિવાસ વનગા
    17) સંજય શિરસાટ
    18) અનિલ બાબર
    19) બાલાજી કિનિકર
    20) યામિની જાધવ
    21) કિશોર પાટીલ
    22) ગુલાબરાવ પાટીલ
    23) રમેશ બોરનાર
    24) ઉદયસિંહ રાજપૂત

    આ પણ વાંચો: GOVT. OF INDIA લખેલી કાર હોટલમાં પ્રવેશી!

    એનસીપીના ધારાસભ્ય


    1) માણિકરાવ કોકાટે


    વિધાન પરિષદના પરિણામ બાદ રાજકીય ભૂકંપ


    મહારાષ્ટ્રની 10 બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે. એક બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. મહારાષ્ટ્રની 10 બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાં હતા. એમએલસીની બેઠકમાં ભાજપના પાંચ ઉમેદવાર પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે.


    કોણ છે એકનાથ શિંદે?


    એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમએલસીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ એકનાથ શિંદે હાજર ન રહ્યો હોવાનું કહેવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Maharashtra, Shiv sena, મુંબઇ, સુરત

    આગામી સમાચાર