Home /News /ahmedabad /અમદાવાદ-મહેસાણા હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત, 14 મુસાફર ઇજાગ્રસ્ત; નર્મદામાં એસટી બસને નડ્યો અકસ્માત, 58 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ-મહેસાણા હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત, 14 મુસાફર ઇજાગ્રસ્ત; નર્મદામાં એસટી બસને નડ્યો અકસ્માત, 58 લોકો ઈજાગ્રસ્ત

અકસ્માતમાં 14 લોકો ઇજાગ્રસ્ત.

Ahmedabad-Mehsana highway: અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે અમદાવાદ અને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે લાંઘણજ પોલીસે (Langhnaj police station) ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.

મહેસાણા: અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana highway) પર એક લક્ઝરી બસને અકસ્માત (Accident) નડ્યો છે. અકસ્માતમાં 14 જેટલા લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર 14 લોકોને નાની મોટી ઈજા (14 injured in bus accident) પહોંચી છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે અમદાવાદ અને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે લાંઘણજ પોલીસે (Langhnaj police station) ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.

નર્મદા: અંકલેશ્વર જતી બસને અકસ્માત

અકસ્માતનો બીજો એક બનાવ નર્મદાના સામરપાડા પાસે બન્યો છે. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં કુલ 58 લોકો સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડેડિયાપાડા રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી વધારે ઈજાગ્રસ્ત લોકોને રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા છે.


ગુજરાતના અન્ય અપડેટ્સ:


>>> રાજ્ય કક્ષાનાં મંત્રી માતાજીનાં માંડવામાં ધૂણ્યા

રાજકોટ તાલુકાના ગુંદા ગામમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના (Arvind Raiyani) પરિવારે માાતાજીનો માંડવો રાખ્યો હતો. જ્યાં અરવિંદ રાજ્યમંત્રી રૈયાણી ફરીથી ધૂળ્યા હતા. જેનો વીડિયો (viral video) સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. નોંધનીય છે કે, તેઓ વર્ષોથી રાખડીબંધ ભૂવા (Bhuvo viral video) તરીકે ઓળખાય છે. ચૂંટણી પહેલા રાજ્યકક્ષાના મંત્રીનો ધૂણતાં વીડિયોએ ચર્ચાનું જોર પકડ્યુ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

>>> મુંબઈની સુપર મોડેલ એશ્રા પટેલને નડ્યો અકસ્માત

છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં મુંબઈની મોડેલ એશ્રા પટેલ (Aeshra Patel accident) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. બોડેલી (Bodeli) નજીક સૂર્યઘાડા પાસે આ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે એશ્રા પટેલ છોટાઉદેપુરથી કાવિઠા ગામ (Kavitha Village) ખાતે જઈ રહી હતી. આ દરમિયાન તેની કારની ટક્કર અન્ય કાર સાથે થઈ ગઈ હતી. એશ્રા પટેલને હાથ અને પગલમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગત ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે એશ્રા પટેલે કાવિઠા ગ્રામ પંચાયતમાંથી સરપંચના પદ માટે ચૂંટણી લડી હતી. આ વખતે તેણી ખૂબ ચર્ચામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

>>> બનાસકાંઠા: તળાવ ભરવાની માંગ જળ આંદોલન

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં (Vadgam) આવેલું કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોએ (Farmers protest) જળ આંદોલન છેડ્યું છે. જળ આંદોલન અંતર્ગત આજે વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો એકઠા થઈ પાલનપુરમાં (Palanpur) મહા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

>>>અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દારૂની લૂંટ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વલસાડ નજીક નેશનલ હાઇવે (National highway) પર દારૂની જાણે લૂંટ મચી હતી. દારૂ ભરેલી કાર પલટી મારતા જ દારૂની બોટલો હાઇવે પર પડી હતી. જેને જોઇને હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર ફેંકાયેલી વિદેશી દારૂની બોટલોની જાણે રીતસરની લૂંટ (Crowd loot liuqor) મચાવી હતી. હાઇવે પર વિદેશી દારૂની મચેલી લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઇ રહ્યો છે. બનાવની જાણ થતા જ વલસાડની ડુંગરી પોલીસે (Dungri Police) પણ સ્થળ પર પહોંચીની હતી અને તપાસ હાથ ધરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: Road accident, અકસ્માત, અમદાવાદ, બસ, મહેસાણા