ભાજપે જાહેર કરી 67ઉમેદવારોની ત્રીજી યાદી, સ્વામી પ્રસાદ મૌર્યને પણ આપી ટિકિટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 7:28 PM IST
ભાજપે જાહેર કરી 67ઉમેદવારોની ત્રીજી યાદી, સ્વામી પ્રસાદ મૌર્યને પણ આપી ટિકિટ
લખનઉઃભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીના 67ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અત્યાર સુધી 403 વિધાનસભા સીટો પર 371 ઉમેદવારોનું એલાન કરી ચુકી છે. આ પહેલા ભાજપે પહેલી યાદીમાં 149 ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. જ્યારે બીજી યાદીમાં 155 ઉમેદવારો જાહેર કર્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 7:28 PM IST
લખનઉઃભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીના 67ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અત્યાર સુધી 403 વિધાનસભા સીટો પર 371 ઉમેદવારોનું એલાન કરી ચુકી છે. આ પહેલા ભાજપે પહેલી યાદીમાં 149 ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. જ્યારે બીજી યાદીમાં 155 ઉમેદવારો જાહેર કર્યા હતા.
આમા બસપા છોડીને આવેલા સ્વામી પ્રસાદ મૌર્યને પડરૌનાથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લખનઉની મોહનલાલગંજ સીટથી આર કે ચૌધરીને ઉતારવામાં આવ્યા છે.
યુપીમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીમાં સાત તબક્કામાં મતદાન વિધાનસભાનું મતદાન થવાનું છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ ધડે વચ્ચે ગઠબંધન છતાં બહુકોળીય મુકાબલો જોવા મળશે.
કેન્દ્રમાં પુર્ણ બહુમત સરકાર બનાવ્યા પછી બીજેપીને દિલ્હી અને બિહારમાં કરારી હારનો સામનો કરવો પડ્યો છે. તેવી રીતે જ ઉત્તર પ્રદેશ ચુંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચુનૌતીથી કમ નથી. મુખ્યમંત્રી જાહેર ન કરી ફરી બીજેપીએ પીએમ મોદીના ચહેરા પર દાવ ખેલ્યો છે. જેનો ફાયદો થશે કે નહી તે 11 માર્ચે જ ખબર પડશે.

નોધનીય છે કે,સપાએ અખિલેશ કેબિનેટમાં મંત્રી અભિષેક મિશ્રાને લખનઉ ઉતરથી ટિકિટ આપી છે. અખિલેશ યાદવના પૂર્વ મંત્રી અને મુલાયમના નજીકના શાદાબ ફાતિમા અને બાહુબલી વિજય મિશ્રાની ટિકિટ કાપી નાખી છે.
First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर