ખેડૂતોનું દેવું કરશું માફ, અયોધ્યામાં બનાવશું રામ મંદિરઃભાજપના ચૂંટણી ઢંઢેરાની 45 મોટી જાહેરાતો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 4:54 PM IST
ખેડૂતોનું દેવું કરશું માફ, અયોધ્યામાં બનાવશું રામ મંદિરઃભાજપના ચૂંટણી ઢંઢેરાની 45 મોટી જાહેરાતો
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપી વિધાનસભા ચુંટણીને લઇને લખનઉમાં પાર્ટીનું ઘોષણાપત્ર રજુ કરતા દાવો કર્યો હતો કે આ વખતે અમે યુપીમાં બે-તૃતિયાઉસ બહુમતીથી સરકાર બનાવશું. વધુમાં શાહે કહ્યુ હતુ કે ચુટણીના પરીણામ પાર્ટીના પક્ષમાં આવશે બહુમતીથી ભાજપની સરકાર બનશે. યુપીને પ્રગતીશીલ રાજ્ય બનાવવું છે. તેમણે કહ્યુ હતું કે 1 વર્ષ સુધી યુપીમાં લેપટોપ સાથે યુવાઓને 1 જીબી ડેટા મફત અપાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 4:54 PM IST
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપી વિધાનસભા ચુંટણીને લઇને લખનઉમાં પાર્ટીનું ઘોષણાપત્ર રજુ કરતા દાવો કર્યો હતો કે આ વખતે અમે યુપીમાં બે-તૃતિયાઉસ બહુમતીથી સરકાર બનાવશું.
વધુમાં શાહે કહ્યુ હતુ કે ચુટણીના પરીણામ પાર્ટીના પક્ષમાં આવશે બહુમતીથી ભાજપની સરકાર બનશે. યુપીને પ્રગતીશીલ રાજ્ય બનાવવું છે. તેમણે કહ્યુ હતું કે 1 વર્ષ સુધી યુપીમાં લેપટોપ સાથે યુવાઓને 1 જીબી ડેટા મફત અપાશે.
ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતું કે પાર્ટીએ યુપીમાં પ્રયોગ કર્યો છે. મસલન કાળા ધન સામે અભિયાન છેડ્યુ છે. પરિવર્તન યાત્રા અને યુપી કે મન કી બાતના માધ્યમથી સામાન્ય માણસ પાસેથી જાણવાના પ્રયાસો કર્યા છે. અમને આશા છે કે ચુંટણીમાં અમને ફાયદો થશે.
શાહે જાહેરાત કરી કે યુપીમાં પોલીસના ખાલી પદો તરત ભરતી કરાશે. કૃષી વિકાસનું ફંડ બનાવવામાં આવશે.

યુપી ચૂંટણીને લઈ ભાજપનો ચૂંટણી ઢંઢેરો

લોકસંકલ્પ પત્રના નામથી ભાજપનો ચૂંટણી ઢંઢેરો

યુપીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છેઃ અમિત શાહ
ઉત્તરપ્રદેશની જનતા ભાજપની સાથેઃ અમિત શાહ
યુપીમાં બે તૃતીયાંશ બહુમતથી સરકાર બનાવીશું: અમિત શાહ
ભાજપે સીધો જનસંપર્ક કર્યોઃ અમિતશાહ
યુપીમાં અમે 10 કરોડ લોકોનો સંપર્ક કર્યોઃ અમિત શાહ
15 વર્ષથી યુપીમાં SP-BSPની સરકારઃ અમિત શાહ
ચૂંટણી ઢંઢેરા માટે અમે યુપીની જનતાની સલાહ લીધીઃ અમિત શાહ
ભાજપ યુપીને વિકસિત રાજ્ય બનાવશેઃ અમિત શાહ
વિકાસની રેસમાં યુપી પાછળ રહી ગયું: અમિત શાહ
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં અમે વિકાસ કર્યોઃ અમિત શાહ
યુપી સરકાર કેન્દ્રની યોજનાઓને લાગુ નથી કરતીઃ અમિત શાહ
કેન્દ્રએ યુપીને 2.5 લાખ કરોડની મદદ કરીઃ અમિત શાહ
અમે ક્યારેય જાતિ અને પરિવારની રાજનીતિ નથી કરીઃ અમિત શાહ

ભાજપે 9 મુદ્દાઓનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
ખેડૂતોનું દેવું માફ કરાશેઃ અમિત શાહ
ખેડૂતોનો વ્યાજ મુક્ત લોન મળશેઃ અમિત શાહ
ભૂમિહીન ખેડૂતોને બે લાખનો વિમો મળશેઃ અમિત શાહ
1.5 લાખ પોલીસ પદ તાત્કાલિક ભરાશેઃ અમિત શાહ
બુંદેલખંડ પર વિશેષ ધ્યાન અપાશેઃ અમિત શાહ
45 દિવસમાં ફરાર કેદીઓને જેલ હવાલે કરાશેઃ અમિત શાહ
ગેરકાયદે પશુ કતલખાના તાત્કાલિક બંધ કરાશેઃ અમિત શાહ
15 મિનિટમાં પોલીસની સુવિધા મળશેઃ અમિત શાહ
ભૂમાફિયાની વિરૂદ્ધમાં ટાસ્ક ફોર્સની રચના કરાશેઃ અમિત શાહ
100 નંબરની સેવાને મજબૂત બનાવાશેઃ અમિત શાહ
વર્ગ-3 અને વર્ગ-4ની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ નહી હોયઃ અમિત શાહ
5 વર્ષમાં 70 લાખ રોજગારની તકો ઊભી કરીશું
અમારી સરકાર બની તો નિષ્પક્ષ નિયુક્તિ કરાશેઃ અમિત શાહ
પાછલી સરકારમાં જાતિના આધાર પર ભરતી કરાતી હતીઃ અમિત શાહ
ના ગુંડારાજ રહેશે ના ભ્રષ્ટાચાર રહેશેઃ અમિત શાહ
છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ અપાશેઃ અમિત શાહ
કોલેજ-યુનિવર્સિટીમાં વાઇફાઇ સુવિધા અપાશેઃ અમિત શાહ
છોકરાઓને 12મા ધોરણ સુધી મફત શિક્ષણ અપાશેઃ અમિત શાહ
દરેક ઘરમાં પાંચ વર્ષ સુધીમાં 24 કલાક વીજળી અપાશેઃ અમિત શાહ
ગરીબોને 100 યુનિટ સુધી વીજળી 3 રૂપિયા પ્રતિ યુનિટના દરે મળશેઃ અમિત શાહ
તમામ પર્યટક સ્થળો પર હેલિકોપ્ટર સેવાઃ અમિત શાહ
સરકાર બનતા જ મેટ્રોનો વિસ્તાર કરાશેઃ અમિત શાહ
ગરીબોને ફ્રી LPG સિલિન્ડર અપાશેઃ અમિત શાહ
મહિલાઓ માટે 101 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશાઃ અમિત શાહ
મહિલાની સુરક્ષા માટે એન્ટી રોમિયો દળ બનાવાશેઃ અમિત શાહ
CMની દેખરેખમાં પૂર્વાંચલ વિકાસ બોર્ડ બનાવાશેઃ અમિત શાહ
AIIMS સ્તરના 6 નવા હોસ્પિટલ બનાવાશેઃ અમિત શાહ
રામ મંદિર બનાવવા માટે પ્રયત્નશીલઃ અમિત શાહ
ત્રણ તલાકના મુદ્દે મહિલાઓ પાસેથી સલાહ લેવાશેઃ અમિત શાહ
દેશના વિકાસ માટે યુપીનો વિકાસ જરૂરીઃ અમિત શાહ
25 નવા સુપર સ્પેશિયલીસ્ટ હોસ્પિટલ બનાવાશેઃ અમિત શાહ
First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर