જ્યારે કેન્દ્રમાં "ભાઇ"ની સરકાર છે તો  રામ મંદિર આંદોલનની જરૂર નથીઃતોગડિયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જ્યારે કેન્દ્રમાં
લખનઉઃ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યવારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની માંગ કરતા કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં ભાઇ(નરેન્દ્ર મોદી)ની સરકાર છે, તો મંદિર નિર્માણ માટે આંદોલનની જરૂર પડે તેમ નથી.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
લખનઉઃ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યવારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે  કાયદો બનાવવાની માંગ કરતા કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં ભાઇ(નરેન્દ્ર મોદી)ની સરકાર છે, તો મંદિર નિર્માણ માટે આંદોલનની જરૂર પડે તેમ નથી. વીએચપીના ધર્મ રક્ષા નિધિ અર્પણ કાર્યક્રમમાં તોગડિયાએ કહ્યું કે જ્યા સુધી દિલ્હીમાં ભાઇની સરકાર છે, ત્યાં સુધી આંદોલનની વાત સમાપ્ત. તેમણે કહ્યું કે જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિર માટે કાયદો બનાવડાવ્યો હતો, રામ મંદિર માટે સંસદમાં સંયુક્ત સત્ર બોલાવી કાયદો પસાર કરવો જોઇએ. વીએચપી પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી વિચારોના પાક્કા છે.તેમનામાં શ્રદ્ધા છે અને તે સંસદમાં કાયદો બનાવડાવી મંદિર નિર્માણનો રસ્તો કરશે. તોગડિયાએ બધા રાજકીય દળોને આ કાયદો બનાવવામાં મદદરૂપ બનવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે,રામ મંદિર શ્રધ્ધાનો વિષય છે નહી કે ચુંટણીનો મુદ્દો.
First published: January 16, 2016
વધુ વાંચો
अगली ख़बर