ટીવી ઇન્ટરવ્યૂમાં સીએમ યોગી બાલ્યો, સત્તા યોગીઓ માટે નહીં કે ભોગીઓ માટે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ટીવી ઇન્ટરવ્યૂમાં સીએમ યોગી બાલ્યો, સત્તા યોગીઓ માટે નહીં કે ભોગીઓ માટે
ઉત્તરપ્રદેશમાં સત્તા સંભાળ્યા બાદ સતત સમાચારમાં રહેનાર યોગી આદિત્યનાથે ટીવી ઇન્ટરવ્યૂમાં વિવાદીત નિવેદન આપતાં કહ્યું કે, સત્તા યોગીઓ માટે છે નહીં કે ભોગીઓ માટે. વધુમાં એમણે એન્ટી રોમિયો, કતલખાના, સાંપ્રદાયિક તોફાનથી લઇને અન્ય ઘણા મુદ્દે પોતાનો મત રજુ કર્યો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સત્તા સંભાળ્યા બાદ સતત સમાચારમાં રહેનાર યોગી આદિત્યનાથે ટીવી ઇન્ટરવ્યૂમાં વિવાદીત નિવેદન આપતાં કહ્યું કે, સત્તા યોગીઓ માટે છે નહીં કે ભોગીઓ માટે. વધુમાં એમણે એન્ટી રોમિયો, કતલખાના, સાંપ્રદાયિક તોફાનથી લઇને અન્ય ઘણા મુદ્દે પોતાનો મત રજુ કર્યો. ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્યની સત્તા તો કોઇ યોગી જ ચલાવી શકે છે. મોદીજી જેવા યોગી દેશની સત્તામાં આવ્યા છે જેનાથી દેશમાં વિશ્વાસ આવ્યો છે. મોદી એવા પીએમ છે કે જેમના પર દેશની જનતાને વિશ્વાસ છે. સત્તામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. એમનું જીવન કોઇ યોગીથી ઓછું નથી. મોદી અમારા આદર્શ છે. મને એમનાથી પ્રેરણા મળે છે. એન્ટી રોમિયો સ્ક્વોડ : એન્ટી રોમિયો સ્ક્વોડ અંગે પુછાયેલા સવાલ અંગે એમણે કહ્યું કે, એન્ટી રોમિયો સ્ક્વોડએ કોઇ જાતિ ધર્મ કે સંપ્રદાય નથી. આપણી બહેન દિકરીઓ સુરક્ષિત રહે એવું ઉત્તરપ્રદેશમાં વાતાવરણ બનાવવા ઇચ્છું છું. ચૂંટણી દરમિયાન સૌથી વધુ ફરિયાદો કાયદો અને વ્યવસ્થા, અપહરણ, ગુંડાગર્દીની સામે આવી હતી. કતલખાના : કતલખાના અંગે પુછાયેલા સવાલ અંગે જવાબ આપતાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે,એનજીટીએ 2015માં ગેરકાયદેસર કતલખાનાને બંધ કરાવવા માટે કહ્યું હતું, આ ફરમાન ચીફ સેક્રેટરીના સ્તરેથી કરાયું હતં પરંતુ લાગુ કરાયું ન હતું. પરંતુ કોર્ટનું પાલન કરાવ્યું અને ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવ્યા.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर