ISનો શકમંદ આતંકી સૈફુલ્લાહ છેવટે ઠાર, સવારથી રાત સુધી શુ કરતો હતો? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ISનો શકમંદ આતંકી સૈફુલ્લાહ છેવટે ઠાર, સવારથી રાત સુધી શુ કરતો હતો? જાણો
યૂપીની રાજધાની લખનૌમાં આઇએસના શકમંદ આતંકી સૈફુલ્લાહને અંદાજે 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી અથડામણ બાદ મોડી રાતે ત્રણ વાગ્યાના અરસામાં ઠાર કરાયો છે. આ અથડામણ બપોરે મંગળવારથી ચાલુ થઇ હતી. ઠાર કરાયેલા શકમંદ આતંકી પાસેથી યૂપી એટીએસના ઘણા હથિયાર, મોટી સંખ્યામાં વિસ્ફોટક સહિત આતંકને લગતા દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
Untitled-design-521 લખનૌ #યૂપીની રાજધાની લખનૌમાં આઇએસના શકમંદ આતંકી સૈફુલ્લાહને અંદાજે 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી અથડામણ બાદ મોડી રાતે ત્રણ વાગ્યાના અરસામાં ઠાર કરાયો છે. આ અથડામણ બપોરે મંગળવારથી ચાલુ થઇ હતી. ઠાર કરાયેલા શકમંદ આતંકી પાસેથી યૂપી એટીએસના ઘણા હથિયાર, મોટી સંખ્યામાં વિસ્ફોટક સહિત આતંકને લગતા દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આઇએસના શકમંદ આતંકી પાસેથી એક ડાયરી પણ મળી છે. જેમાં સૈફુલ્લાહની રોજીંદા દિવસો અને રોજાના દિવસોની દિનચર્યા લખેલી છે. જાણવા મળી રહ્યું છે કે, યુવાનોને દેશ વિરૂધ્ધ ભડકાવવા માટે સૈફુલ્લાહ પોતાને તૈયાર કરવા માટે અલગ અલગ પ્રકારની રિયાજ કરતો હતો. વહેલી સવારે ઉઠીને રાત સુધી શુ કરવું? એ તમામ બાબતોનું ટાઇમ ટેબલ બનાવેલું છે. એટીએસના આઇજી અસીમ અરૂણ પાસેથી મળેલી જાણકારી અનુસાર, એટીએસને ડાયરીના બે પેજ મળ્યા છે. જેમાં એણે પોતાની દિનચર્યા લખેલી છે. જ્યારે બીજા પેજમાં રોજાની દિન ચર્યા છે. સામાન્ય દિવસોમાં તે રોજ સવારે 4 વાગે ઉઠતો હતો. એ બાદ તે તહજ્જુદ એટલે કે પ્રાર્થના કરતો હતો. એ બાદ તે નમાજ અદા કરતો હતો. નમાજ બાદ સૈફુલ્લાહ 7.45 સુધી વોક કરવામાં અને કસરત કરવામાં સમય વીતાવતો હતો. એ બાદ બ્રેકફાસ્ટ કરતો હતો. આ દરમિયાન એનું ફરહત હાશમી અને અન્ય સાથે લેક્ચરનું પણ શિડ્યૂલ રહેતું. એટીએસ આ ફરહત હાશમીની શોધ કરી રહી છે. લેક્ચર બાદ અંદાજે દોઢ કલાક સુધી તે પ્રવચન તૈયાર કરતો હતો. 12-30 કલાકે તે નમાજ પઢતો હતો. એ બાદ તે ભોજન કરતો હતો. પછી સાંજે 4 કલાકે અસરની નમાજ સુધી આરામ કરતો. અસરની નમાજ બાદ સૈફુલ્લાહ કુરાન પઢતો હતો. ત્યાપ બાદ તે ઇસ્લામી ન્યાય શાસ્ત્રનું અધ્યયન કરતો આ દરમિયાન તે રાત્રિનું ભોજન તૈયાર કરતો. છેવટે નમાજ અદા કરી ભોજન બાદ તે સૂવા ચાલ્યો જતો. રમજાનના દિવસોમાં એનું શિડ્યૂલ થોડુ બદલાઇ જતું. સવારની શરૂઆત 4 વાગે જ થતી હતી અને એ બાદ તે પ્રાર્થના કરતો હતો. ફરી તે સહરી કરતો. ફૌરન બાદ ફજ્રની નમાજ અદા કરતો. થોડીવાર બ્રેક લઇ તે 6-45 કલાકે ફરહત હાશમી અને અન્યને લેક્ચર આપતો. ત્યાર બાદ 8થી 12-30 સુધી તે પ્રવચન તૈયાર કરતો. બપોરે નમાજ અદા કર્યા બાદ ભોજન કરી આરામ કરતો અને સાંજે 4 વાગે ફરી નમાજ બાદ ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરતો. સાંજે સાત વાગે મગરિબની નમાજ બાદ તે રાત્રિનું ભોજન કરતો. 8-30 કલાકે ઇશાની નમાજ બાદ તે આગળના દિવસનું ભાષણ અને પ્લાનિંગ કરી સૂઇ જતો હતો. એટીએસના આઇજી અસીમ અરૂણના અનુસાર એની પાસેથી 8 પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત આધાર કાર્ડ, વોકીટોકી, બોમ્બ બનાવવાનો સામાન, મોબાઇલ ફોન, ભારતનો રેલવે મેપ, આઇએસઆઇએસની ટીશર્ટ સહિત અન્ય દસ્તાવેજ મળી આવ્યા છે. Untitled-design-541
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर