યોગીએ કરી સફાઇ: લખનૌ બન્યું વેજિટેરિયન, હવે ઇંડા કે ચિકન પણ નહીં મળે!

H
Updated: January 1, 1970, 5:30 AM IST
યોગીએ કરી સફાઇ: લખનૌ બન્યું વેજિટેરિયન, હવે ઇંડા કે ચિકન પણ નહીં મળે!
ઉત્તરપ્રદેશમાં સત્તામાં આવેલી યોગી સરકાર આવતાની સાથે જ એકશન બતાવી રહી છે. ગેરકાયદે કતલખાના બંધ કરાવતાં રાજધાની લખનૌ ઝડપથી શાકાહારી બનવા જઇ રહી છે. ગૌમાંસ જ નહીં પરંતુ શનિવારથી લખનૌમાં મીટ, ચિકન અને ઇંડા પણ હવે નહીં મળે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સત્તામાં આવેલી યોગી સરકાર આવતાની સાથે જ એકશન બતાવી રહી છે. ગેરકાયદે કતલખાના બંધ કરાવતાં રાજધાની લખનૌ ઝડપથી શાકાહારી બનવા જઇ રહી છે. ગૌમાંસ જ નહીં પરંતુ શનિવારથી લખનૌમાં મીટ, ચિકન અને ઇંડા પણ હવે નહીં મળે. ગેરકાયદે કતલખાના પર પ્રતિબંધ લગાવતાં નોન વેજના ધંધા 80 ટકા સુધી ઠપ થઇ ગયા છે. જેને કારણે કેટલાય ટ્રેડર્સ એસોશિએશને શનિવારથી હડતાલ પર જવાની જાહેરાત કરી છે. હડતાલને કારણે શાકભાજીના ભાવ વધવાની પણ આશંકા સેવાઇ રહી છે. હોળી બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ મીટના ધંધાર્થીઓની હડતાલને પગલે ફરીથી શાકભાજીના ભાવ વધવાની શક્યતા છે. લખનૌ મુર્ગા મંડી સમિતિના અધ્યક્ષ મોહમ્મદ રિજવાન સિદ્દીકીએ જણાવ્યું કે, શનિવારથી મંડીના વેપારીઓ અનિશ્વિત સમયની હડતાલ પર જઇ રહ્યા છે. આમ તો શુક્રવારથી જ તમામ દુકાનો બંધ છે. આ હડતાલની સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટ પર પડશે કારણ કે મીટનો સપ્લાય પ્રભાવિત થવાનો છે.
First published: March 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर