Exclusive Interview: CM યોગી બોલ્યા, અઢી વર્ષમાં અમે પડકારોને અવસરમાં બદલ્યા

યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કહ્યું કે, 14 વર્ષના વનવાસ બાદ તેમની સરકાર ઉત્તર પ્રદેશમાં બની હતી. તે સમયે સરકાર સામે કેટલાએ પડકાર હતા, પરંતુ તે તમામ પડકારોને અમે પ્રયાસોથી અવસરમાં બદલી દીધા.

News18 Gujarati
Updated: September 19, 2019, 7:26 PM IST
Exclusive Interview: CM યોગી બોલ્યા, અઢી વર્ષમાં અમે પડકારોને અવસરમાં બદલ્યા
સીએમ યોગી News 18 Network Groupના Editor-in Chief રાહુલ જોશી સાથે
News18 Gujarati
Updated: September 19, 2019, 7:26 PM IST
બીજેપી સરકાર (BJP Government)ના અઢી વર્ષ પૂરા થવાના અવસર પર બુધવારે પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કહ્યું કે, 14 વર્ષના વનવાસ બાદ તેમની સરકાર ઉત્તર પ્રદેશમાં બની હતી. તે સમયે સરકાર સામે કેટલાએ પડકાર હતા, પરંતુ તે તમામ પડકારોને અમે પ્રયાસોથી અવસરમાં બદલી દીધા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સામે જે ઓળખનું સંકટ ઉભુ થયું હતું, અઢી વર્ષના આ કાર્યકાળે ઉત્તર પ્રદેશની ઓળખ બનાવી રાખી નવી પ્રગતીનું કામ કર્યું છે. સીએમ યોગીએ News 18 Network Groupના Editor-in Chief રાહુલ જોશી સાથે Exclusive Interviewમાં કહ્યું કે, અમે જ્યારે સત્તામાં આવ્યા હતા તો તે સમયે પ્રદેશનો ખેડૂત ખુબ દબાયેલો અને ડરેલો હતો. ત્યારબાદ અમે પ્રથમ ખેડૂતના હિતને ધ્યાનમાં રાખી યોજના લઈને આવ્યા અને સકારાત્મક પ્રયાસોના કારણે 'ફસલ રૂણ માફી'ની સૌથી સફળ યોજના ઉત્તર પ્રદેશમાં જ રહી છે.

'વિકાસ અને સુશાસનના 30 મહિના'

મુખ્યમંત્રીએ કહ્યું કે, હું પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભારી છું, જેમના નિર્દેશનમાં સરકાર પોતાનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂરો કરી રહી છે. શાનદાર ટીમ વર્કના કારણે અમારી સરકારે અઢી વર્ષનો આ કાર્યકાળ વિકાસ અને સુશાસનના 30 મહિના પૂર્ણ કર્યા છે.

યૂપીનું પરસેપ્શન બદલાયું
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રદેશમાં સરકાર બન્યા બાદ પીએમ મોદીએ જાતી, મદ, ધર્મથી ઉપરની શાસન યોજનાઓને કેન્દ્રમાં રાખી કામ શરૂ કર્યું હતું, તેને જ જોતા અમે કામ શરૂ કર્યું હતું. ઉત્તર પ્રદેશના પરસેપ્શનને બદલવા માટે અમારી સરકારે મોટા સ્તર પર કામ કર્યું. લાંબા સમયથી ખેડૂતની પરિસ્થિતિ ખરાબ હતી. ક્યારે પણ પ્રદેશ સરકારોએ તેમના પર ધ્યાન ન આપ્યું હતું. અમે પહેલી કેબિનેટમાં જ ખેડૂતોનું દેવું માફ કર્યું. અમે ખેડૂતોના પાક માટે સાઈલ હેલ્થ કાર્ડ આપવાનું શરૂ કર્યું. જળ સંચયન પર પણ પ્રદેશ મોટા સ્તર પર યોજનાઓ ચલાવી રહી છે.
First published: September 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...