LRD : બાકી 1578 ઉમેદવારોની પસંદગી દસ્તાવેજ ચકાસણી, શારીરિક કસોટી બાદ જાહેર થશે

News18 Gujarati
Updated: December 2, 2019, 7:23 PM IST
LRD : બાકી 1578 ઉમેદવારોની પસંદગી દસ્તાવેજ ચકાસણી, શારીરિક કસોટી બાદ જાહેર થશે
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઇલ તસવીર

જાહેર થયેલ પરીણામ પૈકી 1578 મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અને શારીરિક કસોટીની પ્રક્રિયા પ્રગતિમાં, ચકાસણી પૂર્ણ થયે સત્વરે નિમણુંકો અપાશે : પ્રદિપસિંહ જાડેજા

  • Share this:
અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Home minister Pradipsinh jadeja) જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં (Government obs) સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પોલીસ દળમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા 9,713 લોકરક્ષકની ભરતી ઑગસ્ટ-2018 માં પ્રક્રિયા શરૂ કરી હતી. જેનું માર્ચ-2019 માં શારીરિક કસોટી અને દસ્તાવેજ ચકાસણીનું કામ હાથ પર લેવાયુ હતું અને આજે એ પરીણામ જાહેર કરીને 8,135 યુવાનોને આખરી પરીણામ જાહેર કરીને નિમણુંકો આપવામાં આવનાર છે. બાકીના 1,578 યુવાનોની દસ્તાવેજ ચકાસણી અને શારીરિક કસોટીની પ્રક્રિયા પ્રગતિમાં છે. જેઓને પણ પ્રક્રિયા પૂર્ણ થયે નિમણુંકો અપાશે.

જાડેજાએ ઉમેર્યુ કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં એસ.સી.એસ.ટી.ના નવા કાયદા અનુસાર દસ્તાવેજ ચકાસણી કરવાની હોય, જેતે ઉમેદવારોએ તેમના દસ્તાવેજો ચકાસણી સારૂ સમય મર્યાદામાં ઉપલબ્ધ ન કરતા ચકાસણીમાં થોડો વિલંબ થતા ૩૦મી નવેમ્બરે પરીણામ જાહેર કર્યુ છે. સાથે સાથે 33 ટકા મહિલાઓની સીટો ભરવા માટેની કામગીરી સંદર્ભે હાઇકોર્ટમાં પોલીસ ઇન્સ્પેકટર ભરતીની કેસ અંગે ચુકાદો જાહેર થઇ ગયો છે. જેથી આ પરીક્ષામાં આ ચુકાદાને ધ્યાનમાં રાખીને મહિલા સામાન્ય સંવર્ગ સિવાયના બાકીના 8,135 ઉમેદવારોનું આખરી પરીણામ જાહેર કરાયુ છે.

આ પણ વાંચો :  અલ્પેશ ઠાકોર રાજનીતિમાં ફરી સક્રિય, મહિનામાં ત્રણ દિવસ રાધનપુરની મુલાકાત કરશે

આથી, મહિલા સામાન્ય સંવર્ગની બાકી રહેલ 1,578 જગ્યા ભરવા માટે નામદાર હાઇકોર્ટના ચુકાદાઓને અનુસરીને આગળની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને બોર્ડ દ્વારા વહેલામાં વહેલુ પરીણામ જાહેર કરીને જરૂરી કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : સગીરાઓ પર થયેલા દુષ્કર્મોની તપાસ યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે: પ્રદિપસિંહ જાડેજા

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકારૂપ એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુપેરે જળવાય રહે તે માટે છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં જુદા-જુદા સંવર્ગમાં 50 હજારથી પણ વધુની ભરતી કરવામાં આવી છે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर