LRD પેપરલીકઃ ST સજ્જ, ઉમેદવારોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન

News18 Gujarati
Updated: December 31, 2018, 6:29 PM IST
LRD પેપરલીકઃ ST સજ્જ, ઉમેદવારોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન
News18 Gujarati
Updated: December 31, 2018, 6:29 PM IST
વિભુ પટેલ, અમદાવાદ

લોકરક્ષક દળની પરિક્ષા 6 જાન્યુઆરીએ યોજાવનાર છે.તમામ પરિક્ષાર્થીઓ પોતાના પરિક્ષા સ્થળ પર નિયત સમય પહોચી શકે તે માટે એસટી નિગમ તરફ સપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.તે માટે તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન બુકીંગ કરાવી શકશે..ડેપો કે એસટી મથકથી રિઝરવેશન કરાવવાનુ રહેશે 5 અને 6 જાન્યુઆરી માટે વહિવટી વિભાગ સજ્જ છે.

LRDની 6 જાન્યુઆરીના પરિક્ષા યોજાવાની છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવાસ કરી શકે તે માટે એસટી નિગમને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને લઈ એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને 5 અને 6 જાન્યુઆરીના LRDની 6 જાન્યુઆરીના પરિક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ફીમાં પ્રવાસ કરી શકશે.તમામ વિદ્યાર્થીઓએ કોલ લેટરના નંબર કંડકટરને આપવાના રહેશે અને આઈડી પ્રુફ તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ બુકીંગ કરાવી શકશે જેમાં પણ વિદ્યાર્થીઓએ કોલ લેટરના નંબર એડ કરવાના રહેશે તેમજ અમદાવાદથી વિદ્યાર્થીઓ માટે 2433 ટ્રીપની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસે દોડાવનાર બસનું તમામ મિકેનીક પેરામીટરની ચકાસણી કરવામાં આવી છે. ડેપો કંટ્રોલ પોઈન્ટ પરથી સતત એનાઉન્સમેન્ટ થકી પરિક્ષાર્થીઓને માહિતગાર કરવામાં આવશે.

STની મુસાફરી દરમિયાન જે તે ઉમેદવારે ટિકિટ લેવાની રહેશે, પરંતુ આ ટિકિટ શૂન્યની હશે. ઉમેદવારોના આવવા જવાનું ભાડું રાજ્ય ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે ST વિભાગ દ્વારા શૂન્યની ટિકિટ આપી મુસાફરી કરાવશે.

પરીક્ષા આપવા જનારના બસના ભાડાને ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. 5 અને 6 જાન્યુઆરીની મુસાફરીના વિનામૂલ્યે ઓનલાઈન- ઓફલાઈન બુકિંગ અને ડેપોવાઈઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.

ઈબીટીએમમાં કંન્ડક્ટરો 0 (શૂન્ય) ટિકિટ ઈશ્યુ કરવા માટે LRD EXAM ઓપ્શન પસંદ કરીને આપવાની રહેશે. તેના માટે પરીક્ષાર્થીના ઓરિજિનલ ફોટો આઈડી ચેક કરવાના રહેશે. કોલલેટરનો નંબર નાંખી રૂટની વિગતો સાથે ટિકિટ ઈશ્યું કરવાની રહેશે
ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં અનુરોધ કરવામાં આવ્યો કે અગાઉની ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને અલગ કેટેગરીમાં ગણવા, આ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવે. વધુમાં અરજીમાં જણાવવામાં આવ્યું કે ઓનલાઇન ફોર્મ સ્વીકાર્યા બાદ પણ હજુ સુધી પરીક્ષા રિસિપ્ટ ઇસ્યૂ થઇ નથી જે તત્કાલ ઇશ્યુ કરવામાં આવે. અરજી બાદ હાઇકોર્ટ દ્વારા સરકારને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.
First published: December 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...