LRD પેપર લીકઃ પોલીસે ખોટા યશપાલસિંહ સોલંકીને ઉઠાવી લીધો હતો!

મળતી માહિતી પ્રમાણે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થયા બાદ પોલીસે યશપાલને ઉઠાવી લીધો હતો.

News18 Gujarati
Updated: December 7, 2018, 8:23 AM IST
LRD પેપર લીકઃ પોલીસે ખોટા યશપાલસિંહ સોલંકીને ઉઠાવી લીધો હતો!
યશપાલસિંહ સોલંકી
News18 Gujarati
Updated: December 7, 2018, 8:23 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ લોક રક્ષક દળની પરીક્ષામાં પોલીસે દિલ્હીથી પેપરની આન્સર કી લાવનારા યશપાલસિંહ સોલંકીની ગુરુવારે ધરપકડ કરી છે. યશપાલને મહિસાગરના વીરપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, આ પહેલા પોલીસે બીજા એક યશપાલસિંહ સોલંકીને પકડી લીધો હતો! એક સરખા નામ હોવાને કારણે પોલીસથી આવી ભૂલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જેને પકડ્યો હતો તેનું નામ યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતું. જ્યારે પેપર લીકમાં જેનું નામ લેવાયું છે તેનું નામ યશપાલસિંહ જસવંતસિંહ સોલંકી છે! એટલે કે નામ અને અટક સરખી હોવાથી પોલીસ ગોથે ચડી હતી.

પેપર લીક થતાં જ પોલીસ યશપાલને પકડી લાવી હતી!

મળતી માહિતી પ્રમાણે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થયા બાદ પોલીસે યશપાલને ઉઠાવી લીધો હતો. પરંતુ આ યશપાલ પોલીસ જેને શોધી રહી હતી એ ન્હોતો પરંતુ યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતો. બાદમાં ખબર પડી હતી કે મહીસાગરના લુણાવાડાના છાપરીના મુવાડા ગામ ખાતે એક નહીં પરંતુ બે યશપાલસિંહ રહે છે. બંનેને અટક સરખી હોવાથી પોલીસને પોતાની ભૂલ સમજાઈ હતી અને યશપાલને છોડી મૂક્યો હતો અને સાચા યશપાલની શોધખોળ આદરી હતી.

કેવી રીતે પોલીસનાં હાથમાં આવ્યો યશપાલસિંહ સોલંકી?

દિલ્હીથી ગુજરાત પરત આવ્યા બાદ યશપાલે લોક રક્ષક દળની પરીક્ષા આપવાની હતી. આ માટે તે સુરત પહોંચી ગયો હતો. પરંતુ પેપર લીક થઈ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો આથી તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. બીજી તરફ પોલીસે મનહર પટેલની ધરપકડ કરી લીધી હતી. મનહર પટેલની પૂછપરછ દરમિયાન પોલીસને યશપાલનો બીજો મોબાઇલ નંબર મળ્યો હતો. જૂનો નંબર બંધ થઈ જતાં પોલીસ યશપાલનો નવો નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો.

આ પણ વાંચોઃ પેપર લીકઃ યશપાલને આવ્યો હતો આત્મહત્યાનો વિચાર, આરોપીઓ 'બ્લેકલિસ્ટ'

પોલીસને સુરત આસપાસનું લોકેશન મળ્યું
Loading...

શરૂઆતમાં પોલીસને યશપાલના નવા નંબરનું સુરત શહેરની આસપાસનું લોકોશન મળ્યું હતું. પરંતુ પોલીસની ટીમ તેની પાસે પહોંચે તે પહેલા જ યશપાલે સીમકાર્ડ બદલી નાખ્યું હતું. જોકે, પોલીસ પાસે તેના મોબાઇલનો IMEI નંબર આવી ગયો હતો જેનાથી યશપાલનું લોકેશન ટ્રેસ થતું હતું. બીજી તરફ યશપાલ નવું સીમકાર્ડ પણ જરૂર પડે ત્યારે જ વાપરતો હતો. તપાસ એજન્સી બે દિવસથી યશપાલ ફોન ચાલુ કરે તેની રાહ જોતી હતી, આ દરમિયાન તેનો નંબર ટ્રેસ થયો હતો અને લોકોશન મહિસાગરના વિરપુર ગામ હતું. ગામનું લોકોશન ટ્રેસ થતાંની સાથે જ મહિસાગર એસઓજીની એક ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને ઉંઘમાં જ યશપાલને ઝડપી લીધો હતો.
First published: December 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर