LRD પરીક્ષાઃ 'પેપર સરળ હતું પણ સમય ઓછો પડ્યો'

મહિના પહેલા લોકરક્ષક દળ પેપર લિક કાંડ બાદ આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઇ હતી. જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ હતી.

News18 Gujarati
Updated: January 6, 2019, 4:30 PM IST
LRD પરીક્ષાઃ 'પેપર સરળ હતું પણ સમય ઓછો પડ્યો'
પરીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવાર
News18 Gujarati
Updated: January 6, 2019, 4:30 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :  મહિના પહેલા લોક રક્ષક દળ પેપર લીક કાંડ બાદ આજે ફરીથી  એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઇ હતી. જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ હતી. વિદ્યાર્થીઓ આનંદમાં નજરે ચડે છે. તો બીજી તરફ પેપર સરળ હતું પરંતુ સમય ઓછો પડ્યો હોવાની ફરિયાદ ઉમેદવારોમાં ઉઠી હતી. પેપર પૂર્ણ થયાબાદ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પ્રેસકોન્ફરન્સ કરીને મીડિયાને આ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તમામ કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વડોદરામાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પેપર અંગે વિવિધ મત આપ્યા હતા. એક મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે, પેપર ખુબજ સરળ હતું પરંતુ સમય ઓછો પડ્યો હતો. રિઝનિંગના પ્રશ્નો વધારે હતા. તો અન્ય એક પરીક્ષાર્થીના જણાવ્યા પ્રમાણે ગણતરીના 40 ટકા સવાલો હતો. ગણતરી કરવા માટે બે કલાકનો સમય પણ ઓછો પડે. એબીસીડીના આડાઅવળા જ પ્રશ્નો પૂછ્યા હતા. પેપર ખુબજ સરળ હતું પરંતુ ગણિતના સવાલો એ અઘરા હતા. વડોદરાના શયાસિગંજ કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની સમય ઓછો પડ્યો હોવાની મુખ્ય ફરિયાદ રહી હતી.

આ પણ વાંચોઃ-અરવલ્લીઃ LRDની પરીક્ષા આપવા જતાં ઉમેદવારનું બાઇક ઝાડ સાથે અથડાયું, મોત

અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પેપર સરસ રહ્યું પરંતુ રિઝનિંગ અને ગણિતના પ્રશ્નો વધારે પડતા હતા. કોડિંગ ડિકોડિંગના પ્રશ્નો અઘરા લાગ્યા. જેણે તૈયારી કરી હશે એના માટે આ પેપર બેસ્ટ હતું. આ કેન્દ્રના વિદ્યાર્થીઓને પણ સમય ઓછો પડવાની ફરિયાદ રહી હતી.

આ પણ વાંચોઃ-દારૂના નશામાં LRDના પરીક્ષાર્થીઓને લઈ જતાં ST બસના ડ્રાઇવરની ધરપકડ

વિકાસ સહાય 7.15 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આટલી મોટી વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલા દિવસથી ગુજરાત રાજ્યના કેટલાક વિભાગના સાથસહકારના આ પરીક્ષા પૂર્ણ થઇ છે. SOP બનાવવામાં આવી હતી. અને આ એસઓપી મુજબ તમામ કર્મચારીઓ સારી રીતે કામ કર્યું હતું. તમામ કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પેપર અંગે કહ્યું હતું કે અત્યારે પેપર અંગે હકારાત્મક અભિપ્રાય મળ્યો છે.
First published: January 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...