Home /News /ahmedabad /LRD પરીક્ષાઃ 2,440 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન, ઝેરોક્ષની દુકાનો બંધ

LRD પરીક્ષાઃ 2,440 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન, ઝેરોક્ષની દુકાનો બંધ

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી રહેલા ઉમેદવારો

પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

અમદાવાદઃ આશરે 9 હજાર જેટલી જગ્યાઓ માટે આજે લોક રક્ષક દળની પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે. સવારે આઠ વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિકથી પ્રક્રિયા પૂરી કરીને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના 21 શહેરમાં યોજાયેલી આ પરીક્ષામાં 8.76 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું આયોજન 11 વાગ્યાથી 12 સુધી કરવામાં આવ્યું છે. રાજ્યના 2440 પરીક્ષા કેન્દ્ર પર LRDની લેખિત પરીક્ષાનું આયોજન થયું છે. ગત બીજી ડિસેમ્બરના રોજ પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદમાં પોલીસે આ કેસમાં મુખ્યસૂત્રધાર સહિત 15 જેટલા લોકોની ધરપકડ કરી છે. પરીક્ષા માટે એસ.ટી. વિભાગે વધારાની બસો ફાળવી છે. આ ઉપરાંત સીસીટીવી, ફ્લાઇંગ સ્ક્વોડથી પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે.

એલઆરડી પરીક્ષા પર એક નજરઃ

- એલઆરડીની પરીક્ષાની સાથે સાથે આજે તંત્રની પણ પરીક્ષા છે. કારણ કે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થતાં તંત્રની આબરૂ જવાની સાથે સાથે વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો પણ વેડફાટ થયો હતો.
- પરીક્ષાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
- આશરે નવ હજાર જેટલી જગ્યા માટે પરીક્ષા યોજાઈ રહી છે. આ માટે રાજ્યના 2440 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે.
- રાજ્યના 21 શહેરમાં પરીક્ષાનું આયોજન. 8.76 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
- પરીક્ષા પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 283 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
- પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
- લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવશે.
- પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

 Video: LRDનું 30 માર્કનું પેપર કોરું રાખજો, કંકુના આંકડાથી પેપર લખીશ



વડોદરાઃ

વડોદરા શહેરના 40 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. એલઆરડીની પરીક્ષાની સાથે સાથે શહેરમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે ખાસ આયોજન કર્યું છે.

રાજકોટઃ

રાજકોટ શહેરમાં 42 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસની 48 ફ્લાઇંગ સ્ક્વોડ ખડેપગે રહેશે. બીજી તરફ જેતપુર બસ સ્ટેશન ખાતે બસની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ બે કલાક રાહ જોવી પડી હતી. રાજકોટથી પોરબંદર જતી બસ ખરાબ થતાં પરીક્ષાર્થીઓએ હાલાકી ભોગવવી પડી હતી. પરીક્ષાર્થીઓને જેતપુથી નવી બસમાં રવાના કરાયા હતા.



સુરતઃ

સુરતમાં 172 પરીક્ષા કેન્દ્રો પર 70 હજારથી વધારે પરીક્ષાર્થીઓ લોક રક્ષક દળની પરીક્ષા આપશે. સુરતમાં 172 કેન્દ્રો ઉપર 2,507 બ્લોક, 5 ઝૉન અને 61 રૂટમાં પરીક્ષા લેવાશે. બાયોમેટ્રિક હાજરીના કારણે વિદ્યાર્થીઓને સવારે 8 વાગ્યાથી થી 10:45 સુધી પ્રવેશ આપવામાં આવશે. જે બાદમાં પ્રવેશ મળશે નહીં. સુરત એસ.ટી. વિભાગે પરીક્ષાર્થીઓ માટે 300 જેટલી વધારાની બસો ફાળવી છે.
First published:

Tags: Examination, Government job, Lok Rakshak Dal, LRD, LRD exam, LRD paper leak, PAPER, પોલીસ`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો