Home /News /ahmedabad /બાટલો આડો ફાટ્યો! જાણો ભાવ વધારા બાદ અમદાવાદમાં LPG સિલિન્ડર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

બાટલો આડો ફાટ્યો! જાણો ભાવ વધારા બાદ અમદાવાદમાં LPG સિલિન્ડર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

હવે તમારે ગેસ સિલિન્ડર માટે આટલા વધુ રુપિયા ચૂકવવા પડશે.

LPG Gas Price in Gujarat: આજથી દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે. નવી કિંમતો મુજબ ઘરેલુ ગેસ સિલિન્ડરના બાટલાની કિંમતમાં 50 રુપિયાના વધારા સાથે ગુજરાતમાં પ્રતિ સિલિન્ડરની કિંમત 1100 રુપિયા ઉપર પહોંચી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
1 માર્ચે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ક્રમશઃ રુ.50 અને રુ. 350નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, હવાઈ મુસાફરી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે કારણ કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવ દિલ્હીમાં 1.12 Lk/kL થી ઘટીને 1.07 Lk/kL થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ જુદા જુદા શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. આવો જોઈએ બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં ગેસ સિલિન્ડરના નવા ભાવ


ગુજરાતમાં અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની નવી કિંમતો રુ. 1,110, ગાંધીનગરમાં રુ. 1,110.50, રાજકોટમાં રુ. 1,108.00, સુરતમાં રુ. 1,109.50, વડોદરામાં રુ. 1,109.00 અને સુરેન્દ્રનગરમાં રુ. 1,115ની કિંમત પહોંચી છે.

આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરની કિંમતોની સાથે સાથે આજથી આ બધું પણ બદલાયું

 દેશના વિવિધ શેહરોમાં ગેસ સિલિન્ડરના ભાવ


ઘરેલુ ગેસ સિલિન્ડરના નવા ભાવ મુજબ નવી દિલ્હીમાં રુ. 1,103.00, કોલકાતામાં રુ. 1,079.00, મુંબઇમાં રુ. 1,052.50, ચેન્નાઇમાં રુ. 1,068.50, ગુડગાંવમાં રુ. 1,061.50, નોઇડામાં રુ. 1,050.50, બેંગલુરુમાં રુ. 1,055.50, ભુવનેશ્વરમાં રુ. 1,079.00, ચંદીગઢમાં રુ. 1,112.50, હૈદરાબાદમાં રુ. 1,105.00, જયપુરમાં રુ. 1,056.50, લખનૌમાં રુ. 1,090.50, પટનામાં રુ. 1,201.00 અને ત્રિવેન્દ્રમમાં રુ. 1,062.00ની કિંમત છે.

આ પણ વાંચોઃ તમારું PAN Card ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યું છે આ રીતે ઓનલાઈન ચેક કરો

મહત્વનું છે કે, ભારતમાં એલપીજીની કિંમત સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા માસિક ધોરણે નક્કી કરવામાં આવે છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. 2014માં 19 કિલો વજનના કોમર્શિયલ સિલિન્ડર દીઠ રુ. 350ના વધારા પછી આ બીજો સૌથી મોટો સિંગલ ટાઈમ વધારો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જૂન 2022 પછી પહેલીવાર ફરી પ્રતિ સિલિન્ડર રુ. 21,00થી ઉપર પહોંચ્યો છે.


વજનના આધારે નવી કિંમતો


19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,769 રુપિયાથી 19.8 ટકા વધીને 2,119 રુપિયા થઈ ગઈ છે. જ્યારે 14.2 કિગ્રા LPG સિલિન્ડરની કિંમત 4.7 ટકા વધીને 1,053 રુપિયાથી વધીને 1,103 રુપિયા થઈ ગઈ છે.
First published:

Tags: Ahmedabad news, Business news, Gujarat News, LPG cylinder, LPG Price Hike