Home /News /ahmedabad /'પ્રેમિકા મારા બાળકની મા બનવાની છે, તારી જરુર નથી' તેમ કહીને અમદાવાદી પતિએ પત્નીને તરછોડી
'પ્રેમિકા મારા બાળકની મા બનવાની છે, તારી જરુર નથી' તેમ કહીને અમદાવાદી પતિએ પત્નીને તરછોડી
અમદાવાદઃ પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી પતિએ પત્ની અને બાળકોને તરછોડ્યા, પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ
Krushnanagar Police: અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમિકા મારા બાળકની મા બનવાની છે તેમ કહીને પતિએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પત્નીએ પતિ સામે અત્યાચારની અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ લગ્ન પછીના આડા સંબંધોના કારણે ઉભી થતા ઘરકંકાશનો વધુ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગરમાં બન્યો છે. આ કેસમાં પતિએ પર સ્ત્રી સાથેના સંબંધોના લીધે તેની પત્ની અને સંતાનોને કાઢી મૂકતા પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીને તેની પ્રેમિકા મા બનવાની હોવાનું કહીને પત્નીને તારી કે તારા બાળકોની જરુર ના હોવાનું કહી દેતા પરિણીતાને ભારે આઘાત લાગ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે.
સરદારનગરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)એ પોતાના પતિ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેખાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિ સાથે તેને નાની-નાની બાબતોમાં ઝઘડા થતા રહેતા હતા પરંતુ જ્યારે તેના પતિએ કહ્યું કે, પ્રેમિકા મારા બાળકની મા બનવાની છે ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
જ્યારે રેખાના લગ્ન થયા ત્યારે તેના પિતાએ સાસરિયા પક્ષ તરફથી જે માગણીઓ કરવામાં આવી હતી તેને પૂર્ણ કરી હતી. આમ છતાં પતિ દ્વારા કહેવામાં આવ્યું કે જેટલા દાગીના માગ્યા હતા તેના કરતા ઓછા દાગીના આપવામાં આવ્યા છે, એટલે તુ પિયરમાંથી 25 લાખ રૂપિયા લઈ આવ તેવું દબાણ કરવામાં આવતું હતું.
રેખાના પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી તે પરિણીતાને વારંવાર છૂટાછેડા આપવાની વાત કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. રેખાને પતિએ ઘરમાંથી કાઢી મૂકીને પાછી આવીશ તો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પોતાને પતિએ ધમકી આપ્યા બાદ રેખા તેના પિયર ચાલી ગઈ હતી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
" isDesktop="true" id="1315790" >
રેખાનો સાસરી પક્ષમાં ત્રાસ મળતો હોવાના આક્ષેપ
રેખા તેના પિયરમાં ગઈ પછી તેને સાસરીમાંથી કોઈ તેડવા માટે આવ્યું નહોતું, આ પછી તે પોતાને મેળે સાસરીમાં ગઈ તો તેને પતિ અને સાસુ-સસરા દ્વારા ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. તેને પતિએ મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિએ પત્નીને એવું પણ કહી દીધું હતું કે પોતાના પ્રેમિકા સાથે સારા સંબંધ છે, અને તે પોતાના બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે તારા બાળકોની જરુર નથી.