Home /News /ahmedabad /Diwali 2022: દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે? તો આ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે

Diwali 2022: દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે? તો આ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે

ફટાકડા ફોડતો આ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે

Diwali Festival: દિવાળીનો તહેવાર આવતા જ લોકોમાં આનંદ છવાઈ જાય છે. નાના બાળકો સાથે સાથે મોટા લોકો પણ ફટાકડા ફોડવા માટે ઉત્સાહમાં આવી જાય છે. પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી જીવનભરની સજા ન બની જાય તે માટે સાવધાની રાખવી પણ જરુરી છે. કારણ કે આપણી જિંદગી આપણા સાથે સાથે પરિવાર માટે પણ મહત્વની છે.

વધુ જુઓ ...
અમદાવાદ: દિવાળીનો તહેવાર આવતા જ લોકોમાં આનંદ છવાઈ જાય છે. નાના બાળકો સાથે સાથે મોટા લોકો પણ ફટાકડા ફોડવા માટે ઉત્સાહમાં આવી જાય છે. આ સાથે જ દિવાળીનો તહેવાર આવે તે પહેલાથી જ બાળકોએ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી શરુ કરી દીધી છે. ત્યારે ખાસ વાત એવી છે કે, દિવાળીના દિવસે લોકો સૌથી વધારે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ દિવાળીના તહેવારની ઉજવણી જીવનભરની સજા ન બની જાય તે માટે સાવધાની રાખવી પણ જરુરી છે. કારણ કે આપણી જિંદગી આપણા સાથે સાથે પરિવાર માટે પણ મહત્વની છે.

આગ અકસ્માતની ઘટનાઓમાં 30 ટકાનો વધારો


તબીબી નિષ્ણાતો અને ફાયર વિભાગના એક્સપર્ટનું માનીએ તો દિવાળીના તહેવાર દરમિયાન આગ અકસ્માતની ઘટનાઓમાં 30 ટકા જેટલો વધારો થતો હોય છે. ફટાકડાની એક નાનકડી ચિન્ગારી આગનો મોટો અકસ્માત સર્જી જીવને જોખમમાં મુકી શકે છે. ત્યારે આવા ફટાકડા ફોડતા સમયે સાવધાની રાખવી પણ એટલી જ જરુરી છે. દિવાળીના તહેવારને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે. લોકો ઘરના આંગણે દિપ પ્રગટાવી અને બાળકો મોટાઓ ફટાકડા ફોડી દિપાવલીના પર્વની ઉજવણી કરતા હોય છે.

આ પણ વાંચો: આનંદો! દિવાળી પર સરકાર ખવડાવશે સસ્તી થાળી; દાળના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો

મજા ક્યાંક સજા ન બને તેનું ખાસ ધ્યાન રાખવું


આજકાલ બજારમાં મોટા ધડાકાઓ કરતા ફટાકડાઓની પણ ભારે માગ રહેતી હોય છે. આવા ફટાકડા ફોડવામાં બાળકોને સૌથી વધુ મજા પડતી હોય છે. પરંતુ દિવાળીના ફટાકડાની આ મજા ક્યાંક સજા ન બની જાય તે પણ લોકોએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવાર દરમિયાન સૌથી વધુ આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓ મોટા ભાગે ફટાકડાના કારણે જ બને છે. આવી આગની ઘટનાઓ સામાન્ય દિવસો કરતા 30 ટકા વધારે હોય છે. એટલે જ લોકોએ ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવી જરુરી છે. વળી આ મુદ્દે સિનિયર ફીજીશીયન ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે, આમ તો શક્ય હોય તો ફટાકડા ફોડવાથી દૂર રહેવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે સૌથી પહેલા આપણી સલામતી સાથે અન્ય લોકોની સલામતી પણ એટલી જ જરુરી છે.

ફટાકડા ફોડતી વખતે આટલી સાવચેતી રાખવી જરૂરી છે



  • ફટાકડા ફોડતી સમયે પાણીની ડોલ પાસે ભરીને રાખવી

  • નાના બાળકોને બોમ્બ અને કોઠી જેવા ફટાકડાથી દૂર રાખવા

  • ફટાકડા ફોડતી વખતે કોટનના અને આખી બાયના કપડા પહેરવા

  • ફટાકડા ફોડતા સમયે સિન્થેટિક કપડા પહેરવાનું ટાળવું

  • ફટાકડા ફોડતી સમયે બુટ કે ચપ્પલ પહેરવા ખુબ જરુરી છે

  • જે ફટાકડાથી આગ લાગવાની સંભાવના હોય તેવા ફટાકડાથી દૂર રહેવું

  • નાના બાળકોને જાતે ફટાકડા ફોડવા ક્યારેય આપવા નહિ

  • ટીખળ માટે ખાલી પડેલા માટલામાં બોમ્બ ફોડવા નહિ

Published by:Vimal Prajapati
First published:

Tags: Diwali, Diwali 2022, Festivals

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन