હુક્કાબાર પર રેડઃભાજપના સિન્ડિકેટ સભ્ય દ્વારા કરવામાં આવી દખલગીરી!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
હુક્કાબાર પર રેડઃભાજપના સિન્ડિકેટ સભ્ય દ્વારા કરવામાં આવી દખલગીરી!
અમદાવાદઃગુજરાત યુનિ. વિસ્તારમાં હુક્કાબાર પર ગઇકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય દ્વારા દખલગીરી કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. પોલીસને રેડ ન કરવા માટે ભલામણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.લોંજ-9 પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમા હુક્કા પીતા 12 યુવાનોની અટકાયત કરાઇ છે.એક સગીર પણ ઝડપાયો, હુક્કા પણ કરાયા કબજે કરાયા છે. રેડ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃગુજરાત યુનિ. વિસ્તારમાં હુક્કાબાર પર ગઇકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય દ્વારા દખલગીરી કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. પોલીસને રેડ ન કરવા માટે ભલામણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.લોંજ-9 પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમા હુક્કા પીતા 12 યુવાનોની અટકાયત કરાઇ છે.એક સગીર પણ ઝડપાયો, હુક્કા પણ કરાયા કબજે કરાયા છે. રેડ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે. hukka
અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સીટી પોલીસએ હુક્કાબારમાં હુક્કાની મજા માણતા યુવાનોની મજામાં ભંગ પાડ્યો છે.ગુલબાઇટેકરા પાસે આવેલ લોન્જ 9 હુક્કાબારમાં દરોડા પાડીને પોલીસએ 12 લોકોને હુક્કો પીતા ઝડપી પાડ્યાં છે.જેમાં 2 યુવતી અને એક 18 વર્ષથી ઓછી ઉમરના કિશોર પણ ઝડપાયો છે.પોલીસએ આ દરોડા દરમિયાન કેટલાક હુક્કા અને અલગ અલગ ફ્લેવર્સ પણ જપ્ત કરી છે.આ હુક્કાબાર છેલ્લા બે દિવસથી જ ફરીથી ચાલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જો કે પોલીસનું કહેવું છે કે આ હુક્કાબારના માલિકએ હાઇકોર્ટમાં રીટ કરી છેઅને ત્યારબાદ તેમની મંજુરીથી આ હુક્કાબાર ચાલું કર્યું છે.જો કે હુક્કાબારમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોને પ્રવેશ આપવો એ ગુનો હોવાથી પોલીસએ તેમની સામે આ અંગે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.હુક્કાબારના માલિક ઉત્સવ પટેલ દ્વારા ગઇ 14 ફેબ્રુઆરીએ ખાણીપીણીના લાયસન્સ માટે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ હજી સુધી તેની પણ મંજુરી તેમને મળી ન હોવાનું જાણવા મળ્યું છે.
 
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर