Home /News /ahmedabad /

અમદાવાદ: વ્યાજખોરોની પોલીસને ધમકી- 'ખોટા કેસમાં ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ'

અમદાવાદ: વ્યાજખોરોની પોલીસને ધમકી- 'ખોટા કેસમાં ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ'

ઘાટલોડીયા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Ahmedabad Loan sharks: હિતેશ દેસાઈએ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કરી પોતે પોતાની જાતે પોતાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને ઘરની સામે આવેલા મકાનની જાળીએ પોતાનું માથું પછાડી નરેશ દેસાઈને તારો ભાણીયો મારા ભાઈના વ્યાજનાં પૈસા નહીં આપે તો તને ખોટા કેસમા ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ તેવી ધમકી આપી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ (Loan sharks) સતત વધી રહ્યો છે. હાલમાં જ નિકોલ (Nikol)માં વ્યાજે આપેલા પૈસા માટે વેપારીને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે ઘટનામાં મુખ્ય આરોપી ફરાર છે. હવે ઘાટલોડિયા વિસ્તાર (Ghatloa)માં વ્યાજખોરો એ વ્યાજે આપેલા પૈસામાં જામીન બનવા માટે એક પોલીસકર્મીને રસ્તા વચ્ચે રોકી ધમકીઓ આપી વીડિયો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને એસ.જી 2 ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ દેસાઈ (Nareshbhai Desai)એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પોલીસકર્મીનો ઈસ્કોન ચાર રસ્તા (Iscon cross road) પર ટ્રાફિક પોઈન્ટ હોવાથી તેઓ 16મી ઓગસ્ટે પોતાના ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે તેઓનાં ઘરથી ત્રીજા નંબરનાં મકાનમાં રહેતા હિતેશ દેસાઈ (Hiteshbhai Desai) ઘરની બહાર ઊભા હતા અને અચાનક જ હિતેશ દેસાઈ પોલીસકર્મી નરેશ દેસાઈની મોટર સાઇકલ આગળ આવીને તેઓને ઊભા રાખ્યા હતા.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

આ સમયે હિતેશ દેસાઈનો ભાઈ અલ્પેશ દેસાઈ અને માતા ચંપાબેન દેસાઈ ત્યાં આવી ગયા હતા અને પોલીસકર્મીને જણાવ્યુ હતુ કે, તારા સાઢુ બાબુભાઈના દીકરા યશને મારા ભાઈ વિજયે વ્યાજે રૂપિયા આપ્યા છે. જે રૂપિયાના જામીન તમે થઈ જાઓ. જેથી નરેશ દેસાઈએ આ મામલે પોતાને કઈ લેવાદેવા નથી તેમ જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને ગંદી ગાળો આપી હતી. ત્યાર બાદ હિતેશ દેસાઈએ પોલીસકર્મી નરેશ દેસાઈની બાઈકની ચાવી કાઢી લીધી હતી અને તેના ઘરના સભ્યોને પોલીસકર્મીનો વીડિયો ઉતારવાનું કહેતા વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદીઓ રહો તૈયાર

હિતેશ દેસાઈએ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કરી પોતે પોતાની જાતે પોતાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને ઘરની સામે આવેલા મકાનની જાળીએ પોતાનું માથું પછાડી નરેશ દેસાઈને તારો ભાણીયો મારા ભાઈના વ્યાજનાં પૈસા નહીં આપે તો તને ખોટા કેસમા ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ તેવી ધમકી આપી હતી.

જે બાદ આસપાસના લોકો ભેગા થતા ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે હેડ કોન્સ્ટેબલ નરેશ દેસાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી વ્યાજનાં વિષચક્રમા સામાન્ય વેપારીઓ હોમાતા હતા. આ વખતે એક પોલીસકર્મીને આ પ્રકારે ધમકી મળી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन