BMC ELECTION LIVE: પાલિકા અને પંચાયત માટે મતદાન શરૂ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
BMC ELECTION LIVE: પાલિકા અને પંચાયત માટે મતદાન શરૂ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં બીએમસી (મહાનગરપાલિકા) માટે મતદાન શરૂ થયું છે. કુલ 227 બેઠકો માટે મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની અન્ય 9 નગરપાલિકાઓ અને 11 જિલ્લા પંચાયતો માટે પણ મતદાન થઇ રહ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં બીએમસી (મહાનગરપાલિકા) માટે મતદાન શરૂ થયું છે. કુલ 227 બેઠકો માટે મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની અન્ય 9 નગરપાલિકાઓ અને 11 જિલ્લા પંચાયતો માટે પણ મતદાન થઇ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો લાગી હતી. ઘણા સ્થળોએ તો મતદારોનો ભારે ઉત્સાહ દેખાયો હતો. આમ જનતાની સાથે નામી અનામી સેલિબ્રિટીઓ પણ સવારે મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર આવી પહોંચી હતી. સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે. આરએસએસના વડા મોહન ભાગવત, અભિનેત્રી ટીના અંબાણી, ક્રિકેટર સંદિપ પાટીલે વહેલી સવારે જ મતદાન કર્યું હતું. બીએમસીની 227 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે જેમાં 2275 ઉમેદવારો પોતાનું ભાવી અજમાવી રહ્યા છે.
bmc-vote
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर