એક્ઝિટ પોલ પરિણામ LIVE: યૂપીમાં ભાજપ, પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર?

H
Updated: January 1, 1970, 5:30 AM IST
એક્ઝિટ પોલ પરિણામ LIVE: યૂપીમાં ભાજપ, પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર?
ચૂંટણી ઇતિહાસમાં પહેલી વાર ગુપ્ત કેમેરા મારફતે મતદારોનો મિજાજ જાણવા પ્રયાસ કરાયો છે. ન્યૂઝ18 ઇન્ડિયા દ્વારા ટીવી ચેનલના ઇતિહાસમાં આ પહેલો પ્રયોગ કર્યો છે. અત્યાર સુધી એક્ઝિટ પોલમાં ફોર્મ ભરીને મતદારોની મિજાજ જાણવા પ્રયાસ કરાતો હતો. ન્યૂઝ18એ મતદારો સાથે સીધી વાત કરી મિજાજ જાણ્યો છે. LIVE કવરેજ જોવા ક્લિક કરો
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ચૂંટણી ઇતિહાસમાં પહેલી વાર ગુપ્ત કેમેરા મારફતે મતદારોનો મિજાજ જાણવા પ્રયાસ કરાયો છે. ન્યૂઝ18 ઇન્ડિયા દ્વારા ટીવી ચેનલના ઇતિહાસમાં આ પહેલો પ્રયોગ કર્યો છે. અત્યાર સુધી એક્ઝિટ પોલમાં ફોર્મ ભરીને મતદારોની મિજાજ જાણવા પ્રયાસ કરાતો હતો. ન્યૂઝ18એ મતદારો સાથે સીધી વાત કરી મિજાજ જાણ્યો છે. LIVE કવરેજ જોવા ક્લિક કરો up-exitpoll02 ઇન્ડિયા ન્યૂઝ એમઆરસી એક્ઝિટ પોલની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં કોઇને સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી, અહીં એક્ઝિટ પોલ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે છે. ભાજપને 185 બેઠક મળતી દેખાય છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને 120 બેઠકો મળી રહી છે તો બસપાને 90 અને અન્યને 8 બેઠક મળતી દેખાય છે. ઇન્ડિયા ટીવી એક્સિસના એક્ઝિટ પોલ સર્વે મુજબ પંજાબમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઇ રહી છે. આ એક્ઝિટ પોલ અનુસાર અકાલીદળને 4થી7 બેઠકો, કોંગ્રેસને 62-71 બેઠકો, આપને 42થી51 બેઠકો મળતી દેખાઇ રહી છે. જ્યારે ગોવામાં ઇન્ડિયા ટીવી સી વોટર સર્વે મુજબ ગોવાની 40 બેઠકો પૈકી સૌથી વધુ ભાજપને 15થી21 બેઠકો, કોંગ્રેસને 12થી18, આપને 4 બેઠકો અને અન્યને 2થી8 બેઠકો મળી રહી છે.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर