IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 300 સામે ટીમ ઇન્ડિયા 332 રનમાં ઓલ આઉટ, જુઓ ફુલ સ્કોર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 300 સામે ટીમ ઇન્ડિયા 332 રનમાં ઓલ આઉટ, જુઓ ફુલ સ્કોર
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાના 300 રનની સામે રમતાં પ્રથમ દાવમાં 332 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટીમ ઇન્ડિયા માત્ર 32 રનની લીડ આપી સમેટાઇ ગઇ છે. ભારતે 118.1 ઓવર રમતાં 332 રનનો સ્કોર બનાવ્યો છે. આજે ત્રીજા દિવસની રમતમાં હવે ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ શરૂ કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ધર્મશાલા #ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાના 300 રનની સામે રમતાં પ્રથમ દાવમાં 332 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટીમ ઇન્ડિયા માત્ર 32 રનની લીડ આપી સમેટાઇ ગઇ છે. ભારતે 118.1 ઓવર રમતાં 332 રનનો સ્કોર બનાવ્યો છે. આજે ત્રીજા દિવસની રમતમાં હવે ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ શરૂ કર્યો છે. (મેચનો ફુલ સ્કોર જોવા ક્લિક કરો) ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં આખરી અને મહત્વની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતાં 300 રન બનાવ્યા હતા. ભારતીય ચાઇનામેન કુલદીય યાદવની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા સસ્તામાં આઉટ થયું હતું. જે બાદ ટીમ ઇન્ડિયાએ રમવાનું શરૂ કર્યું હતું. શરૂઆતની સારી બેટીંગ જોતાં મોટો સ્કોર થવાની આશા હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટીમ ઇન્ડિયા માત્ર 332 રનમાં સમેટાઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજાએ 63 રન બનાવ્યા હતા. જાડેજાએ 95 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. જ્યારે લોકેશ રાહુલે 124 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 60 રન બનાવ્યા હતા. તો ચેતેશ્વર પૂજારાએ 151 બોલમાં છ ચોગ્ગા સાથે 57 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્ય રહાણે ચાર ચાર રનથી ફિફ્ટી ચૂક્યો હતો. 104 બોલ રમતાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે તેણે 46 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને 92 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી તો પેટ ક્યુમિન્સને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે સ્ટિવ ઓકિફ અને જોશ હેઝલવુડને એક એક વિકેટ મળી હતી.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर