Home /News /ahmedabad /Gujarat Election Results: ગુજરાતમાં ભાજપનું સપનું સાકાર થવા તરફ, રાજ્યના દરેક ખુણે BJPનો ભગવો લહેરાશે

Gujarat Election Results: ગુજરાતમાં ભાજપનું સપનું સાકાર થવા તરફ, રાજ્યના દરેક ખુણે BJPનો ભગવો લહેરાશે

ગુજરાતના ખુણે-ખુણે ભાજપનો નારો લગભગ સાચો સાબિત થતો નજર આવી રહ્યો છે.

Gujarat Election Results: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં બહુમતીનો જાદુઈ આંકડો ભાજપને ફાળે ગયો હતો. ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બહુમતી માટે ગુજરાતમાં 92 બેઠકો કબજે કરવી જરૂરી છે.

વધુ જુઓ ...
ગુજરાતના ખુણે-ખુણે ભાજપનો નારો લગભગ સાચો સાબિત થતો નજર આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના પરિણામોને જોતા ભરતીય જનતા પાર્ટી 157 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં બીજેપીની મુખ્ય વિરોધી કોંગ્રેસ આ વખતે માત્ર 20 સીટો પર સમેટાતી નજર આવી રહી છે.

આ વખતે બીજેપીનો ઝલવો કંઇક એવો છે કે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ અહીં કંઇ ખાસ કરી શકી નથી. આ ખબર લખાઇ રહી છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી 5 સીટો પર આગળ ચાલી રહી છે અને બે બેઠકો પર તેને જીત મળી છે. જો આ રૂઝાન જ પરિણામમાં પ્રવર્તે છે તો ગુજરાતમાં બીજેપીની અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે.

કેવી હતી 2017માં બેઠકોની ગણતરી

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં બહુમતીનો જાદુઈ આંકડો ભાજપને ફાળે ગયો હતો. ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બહુમતી માટે ગુજરાતમાં 92 બેઠકો કબજે કરવી જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ માથે માઠી બેઠી, પાંચ બિંદુઓમાં જાણો આજના પરિણામનું મહત્ત્વ

તે પહેલા 2012માં જ્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (હવે વડાપ્રધાન)ના નેતૃત્વમાં ચૂંટણી લડતી હતી. ત્યારે ભાજપને 115 બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર 61 બેઠકો મળી હતી. આ ચૂંટણીઓમાં ભાજપને 2 બેઠકો ગુમાવવી પડી હતી જ્યારે કોંગ્રેસને 2 બેઠકોનો ફાયદો થયો હતો. 2012માં ભાજપને -1.27 ટકા વોટ શિફ્ટ થયા હતા, જ્યારે કોંગ્રેસની તરફેણમાં 0.97 ટકા વોટ શિફ્ટ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપની સુનામી: વિધાનસભા ચૂંટણીમાં આ કારણોએ અપાવી ભવ્ય જીત

એ જ રીતે 2007માં ભાજપને 117 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 59 બેઠકો મળી હતી. 2002માં ગુજરાતમાં ભાજપે 127 બેઠકો જીતી હતી. 2002થી અત્યાર સુધી ભાજપના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ આ વખતે જો પરિણામોમાં ટ્રેન્ડ બદલાય તો ગુજરાત વિધાનસભામાં ભાજપની સૌથી મોટી જીત હશે.

તે પહેલાની ચૂંટણીમાં BJPનું પ્રદર્શન

1998માં 117
1995માં 121
1990માં 67
1985માં 11
1990માં 9
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results, Gujarat Assembly Elections 2022