BMC Results LIVE: મત ગણતરી પૂર્વે ભાજપ શિવસેનાના જીતના દાવા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
BMC Results LIVE: મત ગણતરી પૂર્વે ભાજપ શિવસેનાના જીતના દાવા
બ્રુહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી) ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મત ગણતરી હાથ ધરાઇ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેએ જીતના દાવા કર્યા છે. મત ગણતરી સવારે 10 વાગે શરૂ થશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #બ્રુહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી) ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મત ગણતરી હાથ ધરાઇ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેએ જીતના દાવા કર્યા છે. મત ગણતરી સવારે 10 વાગે શરૂ થશે. બીએમસી ઉપરાંત નવ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પણ ચૂંટણી થઇ છે જેના પરિણામ પણ આજે જાહેર થશે. જોકે સૌની નજર બીએમસીના પરિણામ પર રહેશે. છેલ્લા 21 વર્ષથી બીએમસીમાં શિવસેનાનો કબ્જો રહ્યો છે. જોકે શિવસેનાને ભાજપનો સાથ મળતો રહ્યો છે અને આ પહેલી વખત છે કે આ ગઠબંધન તૂટ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે આ વખતે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી દાવ ખેલ્યો છે. ભાજપ એકલા હાથે મોટી પાર્ટીના રૂપમાં ઉભરવા ઇચ્છી રહી છે. તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પછાડ્યા બાદ શિવસેનાએ એકલા હાથ બીએમસીમાં ઝંપલાવ્યું છે અને ભાજપને પોતાની તાકાતનો પરચો બતાવવા મેદાનમાં ઉતર્યું છે. અહીં નોંધનિય છે કે, બીએમસીમાં 227 બેઠકો છે. બહુમત માટે 114 બેઠકો જરૂરી છે. જાણવા મળ્યા મુજબ ભાજપના એક સર્વેમાં એને 110 બેઠકો મળી રહી છે અને શિવસેનાને 108 બેઠકો મળવાની સંભાવના છે.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर