LIVE: બીએમસી ચૂંટણી પરિણામમાં શિવસેના મોખરે, ભાજપ બીજા ક્રમે

H
Updated: January 1, 1970, 5:30 AM IST
LIVE: બીએમસી ચૂંટણી પરિણામમાં શિવસેના મોખરે, ભાજપ બીજા ક્રમે
બીએમસી ચૂંટણીમાં શિવસેનાએ પોતાની આબરૂ જાળવી રાખી છે. બહુમત માટે શિવસેના નજીક આવી રહ્યું છે તો એકલા હાથે આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ભાજપ બીજા ક્રમે આવ્યું છે તો કોંગ્રેસનો રકાસ થતો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસની હારને પગલે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
bmc-election02 મુંબઇ #બીએમસી ચૂંટણીમાં શિવસેનાએ પોતાની આબરૂ જાળવી રાખી છે. બહુમત માટે શિવસેના નજીક આવી રહ્યું છે તો એકલા હાથે આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ભાજપ બીજા ક્રમે આવ્યું છે તો કોંગ્રેસનો રકાસ થતો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસની હારને પગલે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. બીએમસી ચૂંટણીમાં શિવસેના બહુમતનો જાદુઇ આંકડો 114ની નજીક આવતાં થોડા માટે રહી ગયું છે, જોકે તે સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. જ્યારે ભાજપ વિપક્ષ તરીકે બીજા ક્રમે ઉભરી રહ્યું છે. 227 બેઠકો પૈકી 225ના પરિણામ જાહેર થયા છે. જેમાં શિવસેનાને 84 બેઠકો મળી છે તો ભાજપને 81 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 31 બેઠકો મળી છે. એનસીપીને 9, એમએનએસને 7 અને અન્યોને 13 બેઠકો મળી છે.
શિવસેનાના નિલમ ગોરે કહ્યું કે, અમને 100થી વધુ બેઠકો મળતી દેખાઇ રહી છે, અમે કામ કર્યું છે, લોકોના હિતોનું રક્ષણ કર્યું છે. ભાજપ સાથે કે અન્ય કોઇ પાર્ટી સાથે ગઠબંધન કરવું એ નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ લેશે.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर