ત્રીપલ તલાક ચુંટણી ઢંઢેરામાં પણ છે?:અમિત શાહે શું આપ્યો જવાબ જુવો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:13 PM IST
ત્રીપલ તલાક ચુંટણી ઢંઢેરામાં પણ છે?:અમિત શાહે શું આપ્યો જવાબ જુવો
જવાબઃઅમે બહુ સ્પષ્ટતાથી માનીએ છીએ. સંવિધાનની રીતે આ દેશની દરેક મહિલાને તેનો અધિકાર મળવો જોઇએ. જો સુપ્રિમ કોર્ટ આ મામલાને રિવ્યુ કરી રહી છે તો માનુ છુ કે દેશની બીજી મહિલાઓનીની જેમ મુસ્લિમ મહિલાઓને પણ સંવૈધાનિક અધિકાર મળવો જોઇએ. ટ્રિપલ તલાક મુસ્લિમ મહિલાઓના અધિકારનું હનન કરે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:13 PM IST
નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

 

સવાલઃપ્રધાનમંત્રીજીએ ત્રીપલ તલાકનો વિરોધ કર્યો હતો,તમારા ચુંટણી ઢંઢેરામાં પણ તેનો ઉલ્લેખ છે, તેની પર શું કહેશો?

જવાબઃઅમે બહુ સ્પષ્ટતાથી માનીએ છીએ. સંવિધાનની રીતે આ દેશની દરેક મહિલાને તેનો અધિકાર મળવો જોઇએ. જો સુપ્રિમ કોર્ટ આ મામલાને રિવ્યુ કરી રહી છે તો માનુ છુ કે દેશની બીજી મહિલાઓનીની જેમ મુસ્લિમ મહિલાઓને પણ સંવૈધાનિક અધિકાર મળવો જોઇએ. ટ્રિપલ તલાક મુસ્લિમ મહિલાઓના અધિકારનું હનન કરે છે.

સવાલઃઉત્તરાખંડમાં બીજેપીના જીતવાની શું સંભાવના છે?
જવાબઃ નિશ્વિત રૂપથી ઉત્તરાખંડમાં બીજેપી સારા અંતરથી સરકાર બનાવવા જઇ રહી છે.

સવાલઃતમે લોકોએ ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓને તમારી સાથે લઇ લીધા છે, શું તેનો ફાયદો થશે?

જવાબઃ આ એક પ્રક્રિયા છે, એક પાર્ટી ટુટી રહી છે અને સારુ કામ કરવાવાળા લોકો તેમાંથી બીજી પાર્ટીમાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાને દળ-બદલ રીતે ન જોવી જોઇએ. આ ચુંટણી પહેલા થઇ રહી છે. સરકાર બનાવવા માટે આયા રામ ગયા રામ નથી થઇ રહ્યું. જે આયા તેને લઇ અમે જનતાની વચ્ચે જઇશું, જનતા તેમનો નિર્ણય સંભળાવશે.

સવાલઃ કહેવાય છે કે ગામડાઓમાં કાંટાની ટક્કર છે સાથે એ પણ કહેવાય છે કે અમિત શાહને મનોહર પરિકરે બીજી વાર અહી બોલાવવા પડ્યા, શું તમે એ વાત સ્વીકારો છો?

જવાબઃ ના, પાર્ટીએ હજુ સુધી એવો કોઇ નિર્ણય નથી કર્યો. હા, એ જરૂર છે કે ગોવાની જનતા ચાહે તો પાર્ટીએ બંને રસ્તાઓ ખુલ્લા રાખ્યા છે. ચુંટણી પરિણામ આવ્યા પછી વિજેતા ઉમેદવારોની રાય પર સંસદીય દળ આના પર અંતિમ નિર્ણય કરશે. આ પણ કહુ કે ગોવામાં અત્યારે સ્થીતી બહુ સારી છે. પહેલી વાર અમે પાંચ વર્ષની સરકાર આપી છે. પહેલા 10 વર્ષમાં કોગ્રેસના 12 મુખ્યમંત્રી આપ્યા છે.

સવાલઃ પંજાબ ચુંટણી અંગે તમારે શું કહેવું છે, ચર્ચા છે કે કોંગ્રેસ અને બીજેપીની ત્યા બઢત જોવા મળે છે?

જવાબઃમારી દ્રષ્ટીએ પંજાબમાં ત્રણે(શિઅદ+બીજેપી+કોંગ્રેસ,આપ) પાર્ટિઓ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. શિરોમણી અકાલી દળ અને બીજેપી પ્રકાશ સિંહ બાદલ જેવા મજબૂત અને વરિષ્ઠ નેતા સાથે મેદાનમાં પુરા દમખમથી ઉભા છે.

સવાલઃ મહારાષ્ટ્રમાં શિવસેના આપથી નારાજ છે, આ વખતે કોર્પોરેશન અને જિલ્લા પરિષદની ચુંટણી એકલા હાથે લડી રહી છે, શું તમને લાગે છે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આને લઇ કોઇ ફરક પડશે?
જવાબઃ એ અમારો નિર્ણય નથી, આ શિવસેના પાર્ટીનો નિર્ણય છે. અમારુ મન ખુલુ છે. શિવસેના અમારો વિશ્વસ્ત સાથી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારોમાં અમારી સાથે છે. હવે એક ફ્રેડલી મેચ થઇ રહ્યુ છે. જેનું રિજલ્ટ નક્કી કરશે.

સવાલઃ તો તમે માની રહ્યા છો કે શિવસેના સાથે નાના-મોટા મનમોટાવ છે?

જવાબઃ ના, આ મનમુટાવ નથી. બંને પાર્ટીઓનું પોતાના આંતરિક આંકલન છે તેમાં અંતર છે. બંને દળોને પોતાની તાકાત પર ભરોસો છે. જેથી અમારા ગઠબંધન પર કોઇ અસર નહી પડે.

સવાલઃ તમારા માટે આગળનો મહત્વપુર્ણ પડાવ ગુજરાત વિધાનસભા ચુંટણી છે, તમને શું લાગે છે ત્યા બીજેપી કેવું પ્રદર્શન કરશે?

જવાબઃ ત્યા હાલમાં જ મહાનગરો અને પંચાયતોની ચૂંટણી અને ઉપ ચુંટણીઓ થઇ તેમાં બીજેપીને સ્પષ્ટ ક્લીન સ્વીપ કર્યું છે. ગુજરાતમાં બીજેપી બહુ સારી સ્થીતીમાં છે. અમે ત્યા 1990 પછી ક્યારેય ચુંટણી હાર્યા નથી. એકવાર ફરી અમે ત્યા બે તૃતિયાઉસ બહુમતીથી સરકાર બનાવશું.

સવાલઃ આ પરિસ્થિતીઓને જોઇ 2019 અંગે તમારું શું અનુમાન છે?

જવાબઃ હાલમાં જ એક અખબારનો સર્વે આવ્યો હતો જો અત્યારે ચુંટણી થાય તો બીજેપીને 370 સીટો મળી શકે છે. 2019 દેશનો વિકાસ કરી, દેશની સુરક્ષા વધારી, ગરીબોને અમે મજબૂત કરીશું. અમે ગરીબીનું જીવન સ્તર બદલવા કામ કરી રહ્યા છીએ. ચુલાવાળા ઘરમાં ગેસ આપી રહ્યા છીએ, બેંક ખાતા ખોલાવી, શૌચાલય બન્યા બાદ મહિલાઓ અને ગરીબોને રાહત થઇ છે તેઓ જાણે છે.

સવાલઃ મોટા આર્થશાસ્ત્રિયોનું માનવું છે કે નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી થશે, તેના પર શું કહેવું છે?

જવાબઃ અત્યાર સુધી તો એવી અસર જોવા મળી નથી. પરંતુ માની લો કે એક અર્ધ ક્વાર્ટરમાં આવું થાય તો તમે જરા અંદાજ લગાવો, આઠ લાખ હજાર કરોડ રૂપિયા સિસ્ટમમાં આવી જતા કેટલો મોટો બદલાવ થશે. આ રૂપિયા અત્યાર સુધી કાળાધનના રૂપમાં તહખાનો, તિજોરીયોમાં પડ્યા હતા તે આજે સિસ્ટમની અંદર છે. હું માનું છુ કે આથી બહુ મોટો ફાયદો થશે.

સવાલઃ તમે ચુંટણી પહેલા હંમેશા રિલેક્સ રહો છો, તેનું કોઇ ખાસ રાજ?

જવાબઃ અમે ચુંટણીને લોકતંત્રનો એક મહોત્સવ માની લડીએ છીએ. અમે વિચારધારા, ઘોષણાપત્ર અને કૈડર સાથે મેદાનમાં જઇએ છીએ. હાર-જીત અમારા માટે બહુ મહત્વ નથી રાખતી. અમે પરફોર્મસની રાજનીતિ કરીએ છીએ. અમે જાતિ,ધર્મની રાજનીતિ નથી કરતા.

સવાલઃઅમિત શાહનો આગળનું મુકામ શું હશે? શું તમે 2019ની ચુંટણીમાં કેન્દ્રની રાજનીતિમાં આવવા માગશો કે સરકારમાં આવવા ઇચ્છશો કે ગુજરાત પાછા જશો કે પછી કોઇ પ્રદેશની રાજનીતિની બાગડોર સંભાળવા ઇચ્છશો?

જવાબઃ મારે ગુજરાત પાછા જવાનો સવાલ નથી. હું કેન્દ્રની રાજનીતિમાં જ છું. મારુ પહેલુ દાયિત્વ છે કે 2019માં લોકસભા ચુંટણી બીજેપી આ વખત કરતા પણ વધુ બહુમતીથી જીતે.
First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर