Home /News /ahmedabad /પોલીસથી બચવા નામચીન બુટલેગરે CCTV કેમેરા લગાવ્યા, આખા ગામમાં વોચ ગોઠવી છતા પોલીસે દબોચ્યો

પોલીસથી બચવા નામચીન બુટલેગરે CCTV કેમેરા લગાવ્યા, આખા ગામમાં વોચ ગોઠવી છતા પોલીસે દબોચ્યો

બંસી કણભા અને સાણંદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો.

Ahmedabad Crime News: બંસી કણભા અને સાણંદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત ચિલોડા દેહગામ અને રખિયાલ એમ કુલ પાંચ ગુનામાં વોન્ટેડ હતો. જોકે અગાઉ પણ તે અલગ-અલગ વીસ જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

અમદાવાદ: લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહારની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પ્રોહિબિશનના અનેક ગુનામાં વોન્ટેડ બંસી પરિહાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા 25,000નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

રાજ્યમાંથી દારૂનું દુષણ ડામવા માટે ગુજરાત પોલીસ કરી રહી છે. ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગરો પર સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓ દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. જ્યારે જે નામચીન બુટલેગરો કે જે વોન્ટેડ છે તેને પકડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે. ને તેમાંનો જ એક વોન્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ પરિહારને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને સફળતા મળી છે. બંસી બુટલેગર ઉત્તર પ્રદેશમાં આગ્રા ખાતે હાજર હોવાની બાતમી મળતા જ પોલીસે તેની ધરપકડ કરી છે. બંસી પર સ્ટેટ મોનીટરીંગ સેલ એ રૂપિયા 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઇટલર ભારત જોડો યાત્રામાં જોડાયા

બંસી કણભા અને સાણંદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત ચિલોડા દેહગામ અને રખિયાલ એમ કુલ પાંચ ગુનામાં વોન્ટેડ હતો. જોકે અગાઉ પણ તે અલગ-અલગ વીસ જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. નિકોલ પોલીસે અગાઉ તેની ધરપડક કરીને 11 જેટલી મોંઘીદાટ ગાડી પણ કબ્જે કરી હતી.

જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસથી બચવા માટે બંસી ખાસ તકેદારી રાખતો હતો. તેણે તેના મકાનની આસપાસ 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેનું મોનીટરીંગ તે તેના બેડરૂમમાં રાખતો હતો. એટલું જ નહિં ગામમાં કોઈ પણ બહારની પોલીસ આવે તો તરત જ તેને જાણ થઈ જાય તે માટેની વ્યવસ્થા પણ તેણે કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો