Home /News /ahmedabad /મતદાન મથક પર તમારા એક મત માટે 89 વસ્તુઓ તૈયાર રાખવામાં આવે છે, જાણો આખું લિસ્ટ
મતદાન મથક પર તમારા એક મત માટે 89 વસ્તુઓ તૈયાર રાખવામાં આવે છે, જાણો આખું લિસ્ટ
મતદાન મથક પર વપરાતી 89 ચીજવસ્તુઓનું લિસ્ટ
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે. ત્યારે તમને બધાને એક સવાલ થતો હશે કે, મતદાન આપવા જઈએ મતદાન મથકમાં શું-શું તૈયારી કરવામાં આવતી હોય છે. લો આ રહ્યુ લિસ્ટ...
અમદાવાદઃ ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે. ત્યારે તમને બધાને એક સવાલ થતો હશે કે, મતદાન આપવા જઈએ મતદાન મથકમાં શું-શું તૈયારી કરવામાં આવતી હોય છે. તેમાં કઈ-કઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું એ દરેક સાધન-સામગ્રી કે જેને દરેક મતદાન મથક પર ફરજિયાત રાખવામાં આવે છે.
નાની ટાંકણીથી માંડીને દરેક વસ્તુનો ખ્યાલ રખાય છે
તમારા એક મત માટે દરેક મતદાન મથકે 75 કરતાં વધુ વસ્તુઓ તૈયાર રાખવામાં આવતી હોય છે. તેમાં એક નાનકડી ટાંકણીથી માંડીને વીવીપેટ અને ઇવીએમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતદાન અધિકારીઓ માટેની કેટલીક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. મહત્ત્વનું છે કે, મતદાન પહેલાં આ તમામ વસ્તુઓ મથદાન મથકમાં હોય તે ખૂબ જ જરૂરી છે. તો આવો કઈ-કઈ વસ્તુઓની જરૂર પડે છે તે લિસ્ટ પર નજર કરીએ.