હે રૂપાણી! ક્યાં છે દારૂબંધી ? બે વર્ષમાં દારૂની પરમીટમાં 100 ગણો વધારો

ગુજરાતની કુલ 58 હોટેલોને દારૂ વેચવા માટેની પરવાનગી આપવામાં આવેલી છે. તે પૈકી 31 હોટેલોને છેલ્લા પાંચ વર્ષમાં જ પરવાનગી આપવામાં આવેલી છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 8:01 PM IST
હે રૂપાણી! ક્યાં છે દારૂબંધી ? બે વર્ષમાં દારૂની પરમીટમાં 100 ગણો વધારો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 10, 2019, 8:01 PM IST
પ્રણવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી પર રાજનીતિ ગરમાઇ છે. ભાજપ (BJP)અને કૉંગ્રેસ (Congress) શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. અને એક બીજાને ચેલન્જ આપી રહ્યા છે.

પરંતુ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ? (Prohibition) શું લોકો દારૂ નથી પીતા ? શું ગુજરાતમાં દારૂ મળતો નથી ? ગુજરાતમાં (Gujarat) દારૂબંધીની શી સ્થિતિ છે એ સૌ કોઇ જાણે છે અને છાશ લેવા જવી અને દોહણી સંતાવડા જેવી સ્થિતિ છે.

સરકારી આકંડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂની પરમીટમાં 100 ગણો વધારો જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા સવાલમાં જવાબમાં સરકારે આપેલા આકંડાઓ આ વાત સાબિત કરે છે કે, રાજ્યમાં દારૂનું ચલણ કેટલું વધી રહ્યું છે.

એટલું જ નહીં પણ ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા રૂપિયા 250 કરોડનો દારૂ નાશ કર્યો હોવાનો પણ એકરાર વિધાનસભામાં ગૃહવિભાગ દ્વારા કરાયો હતો. આકંડાકીય વિગતો મુજબ, ગુજરાતમાં 2013-14ના વર્ષમાં 2644 પરમી ટ આપવામાં આવી હતી જે વધીને 2017-18ના વર્ષમાં 4078 થઇ ગઇ છે.

બીજી તરફ ગુજરાતની કુલ 58 હોટેલોને દારૂ વેચવા માટેની પરવાનગી આપવામાં આવેલી છે. તે પૈકી 31 હોટેલોને છેલ્લા પાંચ વર્ષમાં જ પરવાનગી આપવામાં આવેલી છે.

છેલ્લા બે વર્ષમાં, અમદાવાદમાં - 17 કરોડ રૂપિયા, ગાંધીનગર -10 કરોડ, કચ્છમાંથી 10 કરોડ, મહેસાણામાં-7 કરોડ, સાબરકાંઠામાં - 5 કરોડ, વડોદરામાં - 18 કરોડ, સુરતમાં - 17 કરોડ અને સૌથી વધુ બનાસકાંઠામાંથી 25 કરોડનો દારૂ પકડાયો હતો.
Loading...

 
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...