લીનુસિંહ કથિત પ્રેમપ્રકરણ મામલો: સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસની ક્લિન ચીટ

News18 Gujarati
Updated: November 8, 2019, 6:51 PM IST
લીનુસિંહ કથિત પ્રેમપ્રકરણ મામલો: સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસની ક્લિન ચીટ
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસની ક્લિન ચીટ

દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી

  • Share this:
હિતેન્દ્ર બારોટ, અમદાવાદ: રાજ્યના આઈએસએસ ગૌરવ દહિયા વિરુદ્ધના ચર્ચાસ્પદ કેસમાં આઈએસએસ અધિકારી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસે આઈએએસ ગૌરવ દહિયાને ક્લિન ચીટ આપી છે. દિલ્હી પોલીસ દ્વારા લીનુસિંહે કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી હોવાની વિગતો સામે આવી છે. જે અંગે ગૌરવ દહિયાએ જણાવ્યું કે, મને દિલ્હી પોલીસ તરફથી ક્લિનચીટ મળી ગઇ છે. તેમજ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર મને ક્લિનચીટ મળી છે. આ અંગે મને દિલ્હી ડીસીપી કક્ષાના અધિકારી તરફથી જાણ થઇ છે અને તેના કાગળ પણ મારી પાસે આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો અને ત્યાર બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બાળકી દહિયાની ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોપ લગાવનાર લિનુસિંહ પરિણીત હોવાનો ખુલાસો થયો છે. જ્યારે દિલ્હી પોલીસના રિપોર્ટ મળ્યા બાદ ગૌરવ દહિયાનું સસ્પેશન રદ્દ કરવું કે નહીં તેનો જીએડી નિર્ણય લેશે.

શું હતો કેસ?

દિલ્હીની મહિલા લીનુસિંહે સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઈએએસ દહિયા સામે અરજી કરી હતી. લીનુસિંહે તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા.

સામે પક્ષે દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં જૂનમાં અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી. આઈએએસ દહિયાએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફેસબુકના માધ્યમથી 2017માં તેઓ દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા.
Loading...

ગૌરવ દહિયાના આક્ષેપ અનુસાર, બન્ને વચ્ચે દિલ્હીમાં 2018માં રૂબરૂ પ્રથમ મુલાકાત થઈ અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંહે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈ મુજબ, સંબંધો રાખ્યા ન હોવા છતાં પણ લીનુસિંહે અવાર નવાર ગેરવ્યાજબી માંગણીઓ કરી તેમજ ધમકીઓ આપી હતી. ગૌરવ દહિયાને બ્લેકમેઈલ કરવા માટે 23 જાન્યુઆરી 2019ના રોજ લીનુસિંહે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીનુસિંહે ગુજરાતમાંથી ઘર સંસાર છોડી અને પોતાની સાથે રહેવા માટે પણ દબાણ કર્યું હતું.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...