Home /News /ahmedabad /Road Accident: લીંબડી-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત

Road Accident: લીંબડી-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત

ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત

Limbdi-Ahmedabad highway Accident: અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

    અમદાવાદ: રાજ્યમાં વધુ એક અકસ્માતે ત્રણ લોકોનો ભોગ લીધો છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ બનાવ લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટેમ્પ ટ્રાવેલર એક ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે.

    અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.


    મૃતકોના નામ:


    1) પરસોત્તમભાઇ પુનાભાઇ ઉઘરેજા, રહે. ઉંટડી, ઉંમર-50

    2) શૈલષભાઇ ભીખાભાઈ પરમાર, રહે. શાલપીપળીયા, ઉંમર -30

    3) આમદભાઇ ઓસમાણભાઇ માગરીયા, રહે. જામનગર, ઉંમર-54

    ઇજાગ્રસ્ત


    ૧) સચીનભાઇ ગોવિંદભાઇ, રહે. ભલગામડા

    અરવલ્લીમાં બાઇક ચાલકનું મોત


    બીજા એક બનાવમાં અરવલ્લીમાં માલપુરનગરમાં સ્ટેટ હાઇવે પર બાઇક ચાલકનું મોત થયું છે. યુવક બાઇક લઈને અંબાજી જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે યુવકના બાઈકનું એન્જિન લોક થઈ ગયું હતું, જે બાદમાં યુવક નીચે પટકાયો હતો. આ બનાવમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં યુવક દાહોદ જિલ્લાનો વતનો હોવાની વાત સામે આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Highway, Road accident, અમદાવાદ, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन