Home /News /ahmedabad /આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

સેટેલાઇટ તસવીર.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે કપરાડા, વાપી અને પારડીમાં વરસાદ પડ્યો હતો, કપરાડામાં જાણે આભ ફાટ્યું હોય તેમ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ: હાલ ખેડૂતો (Farmers,) મગફળી સહિતનો પાકો કાઢવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે પડી રહેલા વરસાદ (Rain)થી ચોક્કસ ચિંતા વધી છે. આ વર્ષે આમ પણ અત્યાર સુધી સરેરાશ 121 ટકાથી વધારે વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગ (Weather Department) તરફથી આગામી પાંચ દિવસની આગાહી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર (Saurashtra Region), દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ આજે એટલે કે શુક્રવારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક શહેર અને જિલ્લાઓમાં પણ આજે વરસાદ પડ્યો હતો.

પાંચ દિવસની વરસાદની આગાહી:

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાત રિઝનમાં આગામી ચાર દિવસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોથા અને પાંચમાં દિવસે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન માછીમારો માટે કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી. ગુજરાત રિઝનમાં એકથી ચાર દિવસ અને સૌરાષ્ટ્રમાં એકથી ત્રણ દિવસ થન્ડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સંસદના ચોમાસું સત્રમાં ભાગ નહીં લઈ શકે

ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો:

અમરેલી: આજે સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના મેરીયાણા, ભંમર, દોલતી, દેતડ, ઘાડલા, ગોરડકા, દાધીયા ગામમાં વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા, ધારી ગીર બાદ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

વલસાડ: જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે કપરાડા, વાપી અને પારડીમાં વરસાદ પડ્યો હતો. જેમાં કપરાડામાં જાણે આભ ફાટ્યું હોય તેમ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. કપરાડમાં આજે બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો હતો.

ગીર સોમનાથ: ગીર-ગઢડામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોર બાદ વેળાકોટ, જાંજરીયા, કરેણી, સનવાવ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ગુરુવારે ગીર-ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: વલસાડના ડેપ્યુટી કલેક્ટરે સરકારી કર્મચારીઓને કોવિડ 19ના નિયમોનું ભાન કરાવ્યું

સુરત : જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી છે. કીમ ચાર રસ્તા, પાલોદ, નવાપરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.

પંચમહાલ: શુક્રવારે પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવા હડફ અને શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદમાં ગોધરામાં મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદી વાતાવરણથી ગરમી અને ઉકળાટમાં રાહત મળી હતી.

દાહોદ: આજે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ગરબાડા, લીમખેડા, ધાનપુરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો.

અરવલ્લી: આજે જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભિલોડામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો ચુનાખાણ, વજાપુર, કમઠાડીયા, કુડોલમાં પણ વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદના કારણે ભાદરવાના તડકાથી લોકોને રાહત મળી હતી.
" isDesktop="true" id="1023930" >

બોટાદ : આજે બોટાદ શહેરમાં એકાએક વરસાદનું આગમન થયું હતું. લાંબા સમય બાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતું. જોકે, વરસાદ પડતાની સાથે ખેડૂતોની ચિંતામાં ચોક્કસ વધારે થયો છે.
First published:

Tags: IMD, Monsoon 2020, Weather department, ગુજરાત, વરસાદ

विज्ञापन