અમદાવાદ: રાજ્યનાં અનેક વિસ્તારોમાં રાતે આકાશમાં અનોખી ઘટના સામે આવી છે. રાતે આકાશમાં લાંબી લીટીમાં લાઇટ જેવું પ્રકાશિત જોવા મળી રહ્યુ છે. આ નજારો લોકો પોતાના મોબાઇલમાં કેદ કરીને હાલ વીડિયો વાયરલ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, મહીસાગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, દાહોદનાં અનેક વિસ્તારોમાં આ આકાશી કુતૂહલ જોવા મળ્યો છે. આ ઘટનાનો વીડિયો જોઇને પણ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. જોકે, આ રહસ્યમય લાઇટ કયા કારણોસર દેખાઇ રહી છે તે અંગે હાલ જાણવા મળ્યુ નથી. આ અંગે ચર્ચા થઇ રહી છે કે, આ પ્રકાશનો લીસોટો એ એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટ હોઇ શકે છે.
છોટાઉદેપુરમાં પણ કુતૂહલ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામોનાં વિસ્તારોમાં આકાશમાં એક સરખી ટ્યૂબ લાઈટની જેમ થતા રહસ્યમય લાઇટની સીધી લાઇન જોઇને લોકોમાં કુતુહલ સર્જાયું છે. નસવાડી, રાતા કાદવ, પોચબા, આમરોલીના ગ્રામજનો આકાશમાં દેખાઈ રહેલા રહસ્યમય પ્રકાશ જોવા માટે પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આકાશમાં અજવાળાની લાઈનને લઈ લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક શરુ થયું હતા. હાલ આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રકાશથી ભરેલી લાંબી લિટી દેખાઇ
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. આકાશમાંથી પસાર થઈ નીચે ધરતી તરફ આવતું એક લાંબી લીટી જેવું દૃશ્ય જોવા મળી રહ્યુ છે. પ્રકાશ ભરેલી લાંબી લીટી જેવા દ્રશ્યો આકાશમાં જોવા મળ્યા હતા. જેના કારણે વિરપુરના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વીડિઓ બનાવી સોશિયલ મિડિયામાં ફરતા કર્યા છે.
સુરેન્દ્રનગરમાં પણ લોકોમાં ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લાનાં પણ અનેક વિસ્તારોમાં આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઈ હતી. જેમાં એક સીધી લાઈન લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું હતું. જેના પગલે સમગ્ર જિલ્લામાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું
" isDesktop="true" id="1331817" >
સાબરકાંઠામાં તર્ક-વિતર્ક
સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, તલોદનાં અનેક વિસ્તારના આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે.