મુંબઈમાં આવેલા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં 5 વર્ષ સેવા પણ આપી
YSS નો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક રાજયોગ ઉપદેશોનો પ્રસાર કરવા માટેનો છે. પ્રાચીન ભારતના આધ્યાત્મિક ખજાનાના સંતુલિત માટે શરીર,મન અને આત્માનો વિકાસ કરવો જરૂરી છે.
Parth Patel, Ahmedabad: નિરમા યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સભ્યો માટે ઈનર એનર્જી કન્ટ્રોલ ટેક્નોલોજી ફોર એચીવિંગ ઓલ રાઉન્ડ સક્સેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વામી શુદ્ધાનંદ ગીરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે પરમહંસ યોગાનંદના શિષ્ય હોવાની સાથે સંબોધન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. કરસનભાઈ કે. પટેલ (પ્રમુખ-નિરમા યુનિવર્સિટી), કે. કે. પટેલ (વાઈસ પ્રમુખ-નિરમા યુનિવર્સિટી) અને જી. રામચંદ્રન નાયર (એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-નિરમા યુનિવર્સિટી) તરીકે હાજર રહ્યા હતા.
સુખી જીવન જીવવા માટે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ગુણો હોવા જરૂરી
સ્વામી શુદ્ધાનંદ ગીરીએ પ્રેક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે ચાર પરિમાણો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર છે. જેમાં સુખી જીવન જીવવા માટે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ગુણો હોવા જરૂરી છે. તેમણે આગળ યોગાનંદજી દ્વારા વ્યાખ્યાયિત કરેલ સફળતાના શબ્દ વિશે સમજાવતા કહ્યું કે તમે જે પ્રાપ્ત કર્યું છે. તે નક્કી કરે છે સફળતા.
વધુમાં જણાવતા કહ્યું કે જો તમે અંદરથી ખુશ છો. તો તમને બધી સફળતા મળશે. સફળતા એ સુખનું માપદંડ દ્વારા માપવામાં આવે છે. સફળતા એ કોસ્મિક કાયદા ઓ સાથે શાંતિપૂર્ણ સુમેળમાં રહેવાની તમારી ક્ષમતા દ્વારા માપવામાં આવે છે.
મુંબઈમાં આવેલા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં 5 વર્ષ સેવા પણ આપી
સ્વામી શુદ્ધાનંદ ગીરી 1975 માં IIT ચેન્નાઈમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે સ્નાતક થયા. તે પછી તરત જ તેઓ મુંબઈમાં આવેલા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) માં જોડાયા. ત્યારબાદ પ્લાઝમા ફિઝિક્સમાં પ્રયોગ કરતી તેમની સંશોધન ટીમના ભાગરૂપે BARC માં પાંચ વર્ષ સુધી સેવા આપી.
તે પછી પરમહંસ યોગાનંદના મઠના શિષ્ય તરીકે પોતાનું જીવન સમર્પિત કરવાની આંતરિક હાકલ અનુભવી. આ ઉપરાંત તેમણે આધ્યાત્મિક ક્લાસિકના લેખક તરીકે યોગીની આત્મકથા પુસ્તક પણ લખ્યું છે. યોગાનંદજીએ સ્પિરીચ્યુઅ લ અને ચેરિટેબલ સોસાયટી તરીકે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા (YSS)ની સ્થાપના કરી છે.
YSS નો હેતુ વૈજ્ઞાનિક રાજયોગ ઉપદેશોનો પ્રસાર કરવાનો છે
YSS નો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક રાજયોગ ઉપદેશોનો પ્રસાર કરવા માટેનો છે. પ્રાચીન ભારતના આધ્યાત્મિક ખજાનાના સંતુલિત માટે શરીર,મન અને આત્માનો વિકાસ કરવો જરૂરી છે. તેમજ પ્રસ્તુત કરવા માટે દલિતો અને જરૂરિયાતમંદોને માનવતાવાદી સેવા પૂરી પાડવી જોઈએ.
1980 થી સ્વામી શુદ્ધાનંદ ગીરીજી રાંચી, દક્ષિણેશ્વર અને નોઈડા ખાતે આવેલા YSS ના આશ્રમોમાં રહે છે. તેમણે વિવિધ જૂથોને સંબોધિત કર્યા છે. આ સાથે તેમણે સમગ્ર ભારત અને વિદેશમાં પણ પ્રવાસ કર્યો છે. યોગાનંદજીના કેવી રીતે જીવવું ના ઉપદેશો પર પ્રવચન પણ આપે છે. જે સર્વાંગી સફળતા અને સંપૂર્ણ પરિપૂર્ણતા આપે છે.