Home /News /ahmedabad /Chandra Grahan 2022: શું છે ચંદ્રગ્રહણના દિવસે કરાતી ધાર્મિક પૂજા વિધિનું મહત્વ, જાણો અહી

Chandra Grahan 2022: શું છે ચંદ્રગ્રહણના દિવસે કરાતી ધાર્મિક પૂજા વિધિનું મહત્વ, જાણો અહી

નદીના જળથી સ્નાન અને દીવો દાન કરવાથી થશે લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. ધર્મ ગ્રંથો અનુસાર ચંદ્રગ્રહણ દરમ્યાન તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. તુલસીના પાનને આરોગવું ફાયદાકારક સાબિત થાય છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Parth Patel, Ahmedabad: 8 નવેમ્બર અટેલે કે કારતક સુદ પૂનમને દેવ દિવાળી. આ દિવસે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણથી ધાર્મિક વિધિ અને પુજા-અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતું હોવાથી ગુજરાતના કેટલાક મંદિરમાં દર્શન ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેટલાક મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  જેમાં શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. તો બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન રાજ્યમાં એક માત્ર અરવલ્લીનું શામળાજી મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું મહત્વ રહે છે. ત્યારે અમદાવાદનું કુમકુમ મંદિર ભક્તો માટે બપોર બાદ બંધ રહેશે. જેથી ભક્તો દર્શન કરી શકશે નહીં.

  દેવી અને દેવતાઓ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે

  હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે તે દિવસે ચંદ્રગ્રહણ પણ છે. એટલે કે વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે.

  ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે. ભારતીય સમય અનુસાર 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે 6:19 કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. ધર્મ ગ્રંથો અનુસાર ચંદ્રગ્રહણ દરમ્યાન તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. તુલસીના પાનને આરોગવું ફાયદાકારક સાબિત થાય છે.

  કાર્તિક પૂર્ણિમાના રોજ પ્રદોષ કાળમાં દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની નગરી કાશીમાં ગંગાના કિનારે દેવ દીપાવલીનો ભવ્ય નજારો જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે તમામ દેવી-દેવતાઓ કાશીમાં દીવો પ્રગટાવે છે અને તહેવારની ઉજવણી કરે છે.

  દેવ દિવાળી મુહૂર્ત 2022 :

  કાર્તિક પૂર્ણિમા તિથિ શરૂ થાય છે : સોમવાર 4:15 કલાકે

  કાર્તિક પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે : મંગળવાર 4:31 કલાકે

  સિદ્ધિ યોગ : સવારે 10:37 વાગ્યા સુધી

  રવિ યોગ : 6:48 સુધી સવારથી રાત્રે 12:37 સુધી

  પૂજા પદ્ધતિ : કોઈપણ શિવ મંદિરમાં ષોડશોપચાર પૂજા વિધિવત કરો. ગૌરીતનો દીવો પ્રગટાવો. ચંદનના ધૂપ સાથે અબીર અર્પણ કરો. ખીર પુરી અને ગુલાબના ફૂલ ચઢાવો. શિવલિંગ પર ચંદનથી ત્રિપુંડ બનાવો અને બરફી ચઢાવો. આ પછી ઓમ દેવદેવાય નમ મંત્રનો જાપ કરો.

  નદીના જળથી સ્નાન અને દીવો દાન કરવાથી થશે લાભ જોઈએ

  સ્નાનનું મહત્વ : દેવ દિવાળીના દિવસે પવિત્ર નદીના જળથી સ્નાન કરવું જોઈએ અને દીવો દાન કરવો જોઈએ. આ દીવો નદીના કિનારે કરવામાં આવે છે. દેવ દિવાળી પર લોકો તેમના ઘરના મુખ્ય દરવાજાને દીવાઓ અને સુંદર રંગોળીથી શણગારે છે.

  કારતક માસ દરમિયાન પૂજા, અનુષ્ઠાન, જપ, તપ અને દીવાનું દાન કરવું જોઈએ. કારતક મહિનામાં જ દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગી ગયા હતા. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને દિવાળી ઉજવે છે. આ પ્રસંગે ગંગા ઘાટને શણગારવામાં આવે છે.ધાર્મિક ગ્રંથો અનુસાર દેવ દિવાળીના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવવામાં આવે છે. હિંદુ અને શીખ ધર્મના અનુયાયીઓ દેવ દિવાળી ધામધૂમથી ઉજવે છે. ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએ દેખાશે. ભારતમાં આગામી ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023ના રોજ થશે. જે આંશિક ચંદ્રગ્રહણ હશે.

  ગ્રહણનો પૂર્ણ અને આંશિક તબક્કાનો અંત દેશના પૂર્વ ભાગ અને અન્ય ભાગમાં માત્ર આંશિક તબક્કાનો અંત જ દેખાશે

  પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નિવેદન અનુસાર ગ્રહણના આંશિક અને સંપૂર્ણ તબક્કાની શરૂઆત ભારતમાં કોઈપણ જગ્યાએથી દેખાશે નહીં. કારણ કે આ ઘટના ભારતમાં ચંદ્રોદય પહેલા શરૂ થઈ ગઈ હશે. એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના પૂર્ણ અને આંશિક બંને તબક્કાનો અંત દેશના પૂર્વ ભાગોમાંથી દેખાશે. જ્યારે દેશના બાકીના ભાગોમાંથી માત્ર આંશિક તબક્કાનો અંત જ દેખાશે.

  ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. ચંદ્રોદયના સમયથી ગ્રહણના આંશિક તબક્કાના અંત સુધીનો સમયગાળો 1 કલાક 27 મિનિટનો રહેશે.
  First published:

  Tags: Ahmedabad news, Local 18, Moon Eclipses, Solar Eclipse 2022

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन