વકીલો શુક્રવારે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન, જાણો - શું છે માંગ

વકીલોએ. તેમનુ કહેવુ છે કે, જજોની નિમણૂંક ન કરાતા કેસોનો ભરાવો થાય છે. મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં કોઇ ઉકેલ નથી આવતો.

News18 Gujarati
Updated: October 9, 2019, 10:41 PM IST
વકીલો શુક્રવારે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન, જાણો - શું છે માંગ
વકીલોએ. તેમનુ કહેવુ છે કે, જજોની નિમણૂંક ન કરાતા કેસોનો ભરાવો થાય છે. મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં કોઇ ઉકેલ નથી આવતો.
News18 Gujarati
Updated: October 9, 2019, 10:41 PM IST
સંજય જોશી, અમદાવાદ: સૌનો સાથ સૌના વિકાસની સાથે સૌને વિશ્વાસ કેવી રીતે માનવો?: એવી રજુઆત કરી છે વકીલોએ. તેમનુ કહેવુ છે કે, જજોની નિમણૂંક ન કરાતા કેસોનો ભરાવો થાય છે. મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં કોઇ ઉકેલ નથી આવતો.

આજરોજ ગુજરાત કો-ઓપરેટિવ બાર એસોસિએશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ઉપર મુજબ જણાવવામાં આવેલ તથા ગુજરાત કો ઓપરેટિવ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરેલ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસિંગ સોસાયટી વીગેરે આવેલી છે અને જેની તકરારના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ 18 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. તેમજ એપ્લન્ટ ટ્રિબ્યુનલ તરીકે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રીબ્યુનલ છે. જેમાં એક પ્રમુખ અને 3 મેમ્બર થઈ કુલ બે બેંચ બને છે. છેલ્લા સાત મહિનાથી 17 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ ખાલી છે અને તમામ ના કેસો માત્ર એક નોમિની કરી રહ્યા છે.

તેમજ ટ્રિબ્યુનલમાં રેગ્યુલર પ્રમુખની જગ્યા ખાલી છે, તથા બે મેમ્બરની જગ્યા ખાલી છે અને ત્રીજા મેમ્બર આ મહિનામાં રીટાયર થાય છે. બાર એસોસિએશને સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સદર જગ્યાઓ ભરેલ નથી. અને છેલ્લા સાત મહિનાથી જગ્યાઓ ખાલી છે.

જેના કારણે સંસ્થાઓ અને લોકો ન્યાયથી વંચીત છે અને ખૂબ જ નુકશાન થઇ રહ્યું છે. આથી બાર એસોસીએશનની તારીખ 4/10/2019ના રોજ મળેલ ખાસ સાધારણ સભામાં તારીખ 11/10/2019 ને શુક્રવારના રોજ એક દિવસની પ્રતીક હડતાળ રાખવા તથા દેખાવ કરવા સર્વાનુમતે ઠરાવેલું છે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યા અનુસાર, ન્યાયિક પ્રકિયામાં ન્યાય અપાવનાર વકીલો સાથે જ અન્યાય થતા આખરે વકીલો હવે સરકાર સામે જ નારાજગી વ્યકત કરીને વિરોધ ના સુર રેલાવવા પડ્યા છે. આગમી શુક્રવારે સરકાર સામે ગુજરાત કો-ઓ. બાર એસોસિએશનના વકીલો મોટી સાંખ્યમાં એકઠા થઇ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...