Home /News /ahmedabad /Ahmedabad: ઉદ્યોગ સાહસિકો માટે VIBES અને યુવા ઓલિમ્પિક 2023નું કરાયું લોન્ચિંગ; આ રીતે થશે ફાયદો

Ahmedabad: ઉદ્યોગ સાહસિકો માટે VIBES અને યુવા ઓલિમ્પિક 2023નું કરાયું લોન્ચિંગ; આ રીતે થશે ફાયદો

યુવાનો

યુવાનો અને યુવતીઓ રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકશે

પાટીદાર મહિલાઓ માટે ત્રિદિવસીય ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિશ્વ ઉમિયાધામ દ્વારા નવરાત્રિમાં જ વાઈબ્સ અને યુવા ઓલિમ્પિક્સ 2023 નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

    Parth Patel, Ahmedabad : નવરાત્રિ દરમિયાન શક્તિ પર્વની ઉપાસનના ઉદ્દેશ સાથે અમદાવાદમાં જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. તથા પાટીદાર મહિલાઓ માટે ત્રિદિવસીય ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિશ્વ ઉમિયાધામ દ્વારા નવરાત્રિમાં જ વાઈબ્સ અને યુવા ઓલિમ્પિક્સ 2023 નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

    વિશ્વ ઉમિયાધામ ખાતે વાઈબ્સ અને યુવા ઓલિમ્પિક્સ 2023નું લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, અમદાવાદના સાંસદ એચ. એસ. પટેલ, એફ.આઈ.એ. ના પ્રમુખ કાંતિભાઈ એલ. પટેલ, જી.સી.સી.આઈ. ના પ્રમુખ પથિકભાઈ પટવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશભાઈ મેરજા, અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ આઈ. પટેલ, સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ જી. પટેલ હાજર રહ્યા હતા.

    નાના ઉદ્યોગ સાહસિકો મોટા ઉદ્યોગ સાહસિકો સાથે જોડાય તે માટે કરાયું આયોજન

    વાઈબ્સ એટલે વિશ્વ ઉમિયાધામ ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યર વિથ સોશિયલ નેટવર્ક. જેમાં એક બિઝનેસ કરતી વ્યક્તિ બીજી બિઝનેસ કરતી વ્યક્તિને બિઝનેસ વધારવામાં તથા આગળ લાવવા માટે મદદ કરે છે. જેના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકો મોટા ઉદ્યોગ સાહસિકો સાથે જોડાઈને નેટવર્ક બનાવી શકે છે. આ સાથે પોતાના વ્યવસાયને લગતી માહિતી અને વિચારો આદાન-પ્રદાન કરી શકે છે.

    યુવાનો અને યુવતીઓ રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકશે

    આ સાથે યુવા ઓલિમ્પિક્સ 2023 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના યુવાનો અને યુવતીઓ ઓલિમ્પિક્સમાં રમાતી દરેક રમતોમાં ભાગ લઈ શકે એને આગળ વધી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી યુવાઓમાં રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે. આવા ભવ્ય આયોજનથી સમાજના યુવાઓને એક નવો માર્ગ મળશે. જેના થકી તે સમાજનું ગૌરવ વધારી શકશે.જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ પ્રસંગે મહિલા સશક્તીકરણ અને શક્તિ આરાધનાના ઉદ્દેશ સાથે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    20 હજાર લિટર ગંગાજળ મંદિર લવાયું

    મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના ગર્ભ ગૃહના નિર્માણ દરમિયાન સાદા પાણીના બદલે પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવામાં આવશે. આ પવિત્ર ગંગાજળ હરિદ્વારથી ટેન્કરો મારફતે અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ જથ્થામાં અંદાજિત 20 હજાર લિટર ગંગાજળ મંદિરમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે ગર્ભગૃહના નિર્માણ દરમિયાન જરૂરિયાત મુજબ વધુ ગંગાજળ મગાવવામાં આવશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन