Home /News /ahmedabad /અમદાવાદઃ સરકારી તળાવને પોતાની જમીન બતાવીને વેચવાના ઈરાદે ફરતો મુકેસ ભરવાડ ઝડપાયો, સેટિંગ કરવા ગયો પણ ન થયું

અમદાવાદઃ સરકારી તળાવને પોતાની જમીન બતાવીને વેચવાના ઈરાદે ફરતો મુકેસ ભરવાડ ઝડપાયો, સેટિંગ કરવા ગયો પણ ન થયું

પોલીસ પકડમાં આવેલો આરોપી મુકેશ ભરવાડ

Ahmedabad crime news: અમદાવાદના (Ahmedabad) વાસણા પોલીસ સ્ટેશનમાં (vasana police station) છેતરપિંડીની એક અનોખી (Ahmedabad fraud case) ફરિયાદ નોંધાઇ છે. સરકારી તળાવને (Government lake) પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવાના ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાઇ છે.

વધુ જુઓ ...
અમદાવાદ:  અમદાવાદ શહેરમાં (Ahmedabad news) એક બાદ એક લેન્ડ ગ્રેબિંગના (Land grabbing) ગુના નોંધાઈ રહ્યા છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે કલેકટરે (Collector) લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે શહેરના વાસણામાં પણ આવી જ એક બાબત સામે આવી છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં (vasana police station) છેતરપિંડીની એક અનોખી (Ahmedabad fraud case) ફરિયાદ નોંધાઇ છે. સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવાના ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાઇ છે. જોકે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ (police arrested accused) કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે મુકેશ ભરવાડ અને તેનો સાગરીત ચિરાગ ભરવાડ. બંને ભેગા મળીને સરકારી તળાવને પોતાનો પ્લોટ બનાવીને બારોબાર વેચી દેવાના હતા. જોકે આ અંગેની હકીકત ફરિયાદીને થતા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

વોન્ટેડ આરોપી ચીરાગ ભરવાડની તસવીર


ઘટના અંગે વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલી સરકારી તળાવની જમીનને મુકેશ અને ચિરાગ ભરવાડ પોતાની બનાવી ચૂકેલા. એટલું જ નહીં તે જમીનના ખોટા કરાર બનાવીને ખાનગી પ્લોટ પોતાનો હોવાનું પણ લોકોને કહેતા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

જેને પગલે ફરિયાદીને આ પ્લોટ ખરીદવાનો હોવાથી એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયાની લેતી દેતી વિશાલા હોટલ પાસે થઈ હોવાથી ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

હાલ તો વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી મુકેશ ભરવાડની ધરપકડ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં સંડોવાયેલ ચિરાગ ભરવાડ ક્યારે પકડાય છે અને અન્ય શું નવા ખુલાસા થાય છે ? ત્યારે હવે આ કેસમાં અન્ય આરોપીની ક્યારે ધરપકડ થાય છે ત્યારે જોવાનું રહેશે.

આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર સહિત આખા ગુજરાતમાં જમીન પચાવી પાડીવાના કિસ્સાઓને રોકવા માટે ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગના કાયદાનો કડક અમલ શરૂ કરી દીધો છે. ત્યારે પોલીસ પણ લુખ્ખાગીરી કરીને જમીનો પચાવતા લોકોને પકડી પાડીને જેલની હવા ખવડાવવા માટે કામગીરી કરી રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati News News, Land grabbing act

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन