સુષમા સામેના આરોપ પાયાવિહોણા : અરૂણ જેટલી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સુષમા સામેના આરોપ પાયાવિહોણા : અરૂણ જેટલી
આઇપીએલ કૌભાંડના આરોપી લલિત મોદીને વિઝા અપાવવાના મામલે વિવાદમાં ઘેરાયેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજના બચાવમાં નાણામંત્રી અરૂણ જેટલી મેદાનમાં ઉતર્યા છે. જમ્મુ કાશ્મીરના વિકાસ મુદ્દે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અરૂણ જેટલીએ કહ્યું કે, સુષમા સામે કરવામાં આવી રહેલા આરોપ પાયાવિહોણા છે. વધુમાં તેમણે કહ્યું કે, એક મંત્રી તરીકે નિર્ણય લેવામાં સુષમા સક્ષમ છે અને તેમણે જે કર્યું છે તે સારી ભાવનાથી કર્યું છે અને આ મામલે સરકાર અને પાર્ટીનો મત એક છે.

  • Share this:
નવી દિલ્હી # આઇપીએલ કૌભાંડના આરોપી લલિત મોદીને વિઝા અપાવવાના મામલે વિવાદમાં ઘેરાયેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજના બચાવમાં નાણામંત્રી અરૂણ જેટલી મેદાનમાં ઉતર્યા છે. જમ્મુ કાશ્મીરના વિકાસ મુદ્દે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અરૂણ જેટલીએ કહ્યું કે, સુષમા સામે કરવામાં આવી રહેલા આરોપ પાયાવિહોણા છે. વધુમાં તેમણે કહ્યું કે, એક મંત્રી તરીકે નિર્ણય લેવામાં સુષમા સક્ષમ છે અને તેમણે જે કર્યું છે તે સારી ભાવનાથી કર્યું છે અને આ મામલે સરકાર અને પાર્ટીનો મત એક છે. આ પહેલા સમાજવાદી પાર્ટીએ સુષમાના સમર્થનમાં કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું હતું કે કેટલાક લોકોને રાજીનામા માંગવાની આદત છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યું હતું કે, સુષમા સ્વરાજે માનવીય લાગણીઓના આધારે કોઇની મદદ કરી હોય તો એમાં કશુ ખોટું નથી. જો કોઇની પત્નિને કેન્સર હોય અને એની સારવાર માટે બહાર લઇ જવાના હોય તો માનવીય લાગણીઓના આધારે મદદ કરવી ખોટું નથી. આ પહેલા ભાજપ સુષમાના સમર્થનમાં આવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, સુષમા સ્વરાજે માનવીય લાગણીઓના આધારે કોઇ ભારતીયની મદદ કરી તો એમાં ખોટું શું છે. આ મામલે સરકાર એમની સાથે છે.
First published: June 16, 2015
વધુ વાંચો
अगली ख़बर