અ'વાદઃ હત્યાનો ભેદ ન ઉકેલાતા પોલીસનું મજૂરો પર દમન, ઢોર માર માર્યો !

બે દિવસ પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે આવેલા ઇવેન્ટ સેન્ટર પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો

News18 Gujarati
Updated: June 14, 2019, 3:19 PM IST
અ'વાદઃ હત્યાનો ભેદ ન ઉકેલાતા પોલીસનું મજૂરો પર દમન, ઢોર માર માર્યો !
બે દિવસ પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે આવેલા ઇવેન્ટ સેન્ટર પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો
News18 Gujarati
Updated: June 14, 2019, 3:19 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સામાન્ય રીતે પોલીસ લોકોની સેવા માટે હોય છે, પરંતુ આ જ પોલીસ લોકો પર દમન કરે તો ? થોડા સમય પહેલા સુરતમાં નિર્દોષ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી હતી, હવે અમદાવાદ પોલીસ સામે પણ નિર્દોષ વ્યક્તિઓને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર સામાન્ય મજૂરી કરી ગુજરાત ચલાવતા મજૂરો પર પોલીસ દમનની ઘટના સામે આવી છે. અહીં કામ કરતાં મજૂરોને હત્યાના કેસમાં પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોર મારવામાં આવતા ફરી એકવાર પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બનારસ પહોંચ્યો રણબીર કપૂર, PM મોદી વિશે કહી ખાસ વાત

પ્રાપ્ત વિગત પ્રમાણે બે દિવસ પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે આવેલા ઇવેન્ટ સેન્ટર પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ વ્યક્તિની હત્યા હથોડી મારી કરવામાં આવી હતી. જો કે વ્યક્તિ ક્યાંનો છે અને ક્યારે હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે સઘન તપાસ કરી પરંતુ કોઇ ભાળ મળી નહીં, હવે પોતાની કામગીરીથી નિરાશ થયેલી પોલીસે રિવરફ્રન્ટ પર કામ કરતાં સામાન્ય મજૂરોની સઘન પૂછપરછ શરૂ કરી. આ અંગે મજૂરોના કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે નિર્દોષ મજૂરોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી રહ્યા છે અને તેમને ઢોર માર મારવામાં આવી રહ્યો છે.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...